વાવ તાલુકાની અસારા ગ્રામ પંચાયતમાં ૭ લાખની ઉઠાંતરી મુદ્દે તલાટી સસ્પેન્ડ

વાવ તાલુકાની અસારા ગ્રામ પંચાયતમાંથી તા.રપ/ર/ ર૦૧૯ ના રોજ ૧૪ મા નાણા પંચના રૂપિયા ૭ લાખની ગ્રાન્ટના નાણાં ચેક નં.૦૦૦૦૭૪ થી શંકરભાઈ એચ.નામનો વ્યÂક્ત ઉપાડી જતા અસારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સી.આર.પટેલે આ બાબતે ચેક ગુમ થયા હોવાની ફરીયાદ વાવ પોલીસ મથકે આપી હતી. જે સંદર્ભે નાયબ જિ.વિ.અધિકારી (મહેસુલ)એ તમામ વિગતોની ચકાસણી કરતાં તલાટી કમ મંત્રી સી.આર.પટેલની પોતાની ફરજ દરમિયાન બેદરકારી બહાર આવી છે જેમાં તલાટી કમ મંત્રીને પંચાયતની ચેક બુક પંચાયતની કસ્ટડીમાં રાખવાની હોય છે જેના બદલે તેઓ કોરી ચેકબુક સાથે કેમ રાખી ? વધુમાં અસારા ગ્રામ પંચાયતની ચેક બુક અને પાસબુકની ચકાસણી કરતાં તેઓએ એકાઉન્ટ પેના ચેકની જગ્યાએ કેસના ચેકોનું ચુકવણુ કરેલ છે. વધુમાં તેમની ફરજ દરમીયાન નાણાંકીય અનિયમીતતા કરેલ હોઈ નાયબ જિ.વિ.અધિકારી (મહેસુલ)એ અસારામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સી.આર.પટેલને સસ્પેન્ડ કરી સુઈગામ હેડક્વાર્ટસ ખાતે બદલી કરી દેતાં આ પ્રકારના કસુરવારોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.