02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / લોદ્રાણી માઈનોર કેનાલની દિવાલનું કામ શરૂ કરવામાં વિલંબ કેમ ?

લોદ્રાણી માઈનોર કેનાલની દિવાલનું કામ શરૂ કરવામાં વિલંબ કેમ ?   18/06/2019

 વાવ : વાવ તાલુકાની  ઢીમા બ્રાન્ચમાંથી  સપ્રેડા ડ્રિસ્ટ્રીબ્યુટરમાંથી લોદ્રાણી માઈનોર-૧ અને માઈનોર-ર પસાર થાય છે. જા કે આ બ્રાન્ચમાંથી ઢીમા - સપ્રેડા, આછુવા, નાડોદર થઈ લોદ્રાણી  છેવાડા વિસ્તાર સુધી પાણી પહોચવું જાઈએ.
લોદ્રાણી ગામના કાર્યકર શ્રવણભાઈ મણવરે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલ (માઈનોર) બની ત્યારથી લોદ્રાણી છેવાડાના ગામને કેનાલનું પાણી મળ્યું નથી. જા કે કેનાલના ટેલથી ૬ કિ.મી સુધી પાણી દૂર રહે છે. હાલમાં કેનાલ ઉપર દિવાલ બનાવવાનું  કામ મંજૂર થઈ ગયું છે. સત્વરે દિવાલનું કામ શરૂ થાય તો  દિવાલ મજબૂત બને તો કેનાલ તૂટે નહી અને સરહદના છેવાડાના લોદ્રાણી ગામ સુધી પાણી પહોચી શકે. હાલમાં કરોડો રૂપિયાના ખચ અંદાજે ૮ કિમી સુધી બંન્ને સાઈડોમાં દીવાલો બનાવવાનું કામ મંજૂર થઈ ગયું છે. પરંતુ કામનું ખાતમુહૂર્ત કરવામાં કોની રાહ જાવાઈ રહી છે. તેવું લોદ્રાણી ગ્રામજનો કહી રહ્યા છે. 

Tags :