માવસરીના આકોલી ગામે જાહેરનામાનો ભંગ : બૂથ પરથી મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો

 જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રદિપ સેજુળની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગના અજીત રાજીયાણના માર્ગદર્શન મુજબ લોકસભા ચુંટણી દરમિયાન  કોઈ  ઈસમ  મોબાઈલ સાથે મતદાન મથકના કેમ્પસમાં પ્રવેશ ન કરે  તે માટે કડક સુચના કરેલ હોઇ જે આધારે  પો.સ.ઇ એલ.જી.નકુમ  તથા અ.પો.કો. હીરાભાઇ તથા અ.પો.કો. હિતેષભાઈ તથા વુ.પો.કો.મીનાક્ષીબેન તથા વુ.પો.કો.ડાહ્યીબેન નાઓ પો.સ્ટે વિસ્તારમાં ફરજ પર હતા. તે દરમિયાન આકોલી ગામે બુથ વીઝીટ દરમિયાન વિપુલભાઈ જેમલભાઈ  ચૌધરી રહે. આકોલી તા.વાવ વાળાને મતદાન મથકમા મોબાઈલ  સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.