પાટણ માર્કેટયાર્ડ દ્વારા રાહત દરે ચોપડા અને નોટબુકનું વિતરણ શરૂ કરાયું

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાહત દરે ચોપડા , નોટબુકો વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા આજની મોંઘવારીમાં વિદ્યાર્થીઓને મહદંઅંશે મદદરૂપ બનવાના અહોભાવ સાથે ઉત્તમ કોલેટી ના ક્લાસમેટ કંપનીના ફૂલ સ્કેપ ના ચોપડા તેમજ નોટબુકો નું રાહત દરે વહેલા તે પહેલા ના ધોરણે તારીખ ૮મી મે થી શુભારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી ધોરણ ત્રણ થી કોલેજ સુધીના બાળકોને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. રાહત દરે ચોપડા મેળવવા ઇચ્છતા બાળકોએ પોતાની માર્કશીટ અને આધારકાર્ડ લઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિતરણ થઈ રહેલા રાહત દર ના ચોપડા મેળવી શકશે. બજારભાવ કરતાં સસ્તા અને ૫૦ રૂપિયા સબસીડી આપી આ ચોપડા અને નાની નોટો નું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને જણાવ્યું હતું.
ગત વર્ષે ૧૪ હજાર જેટલા બાળકોને રાહત દરે ચોપડા, નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તો ચાલુ વર્ષે દોઢ લાખ ચોપડા અને ૨૦૦૦૦ નોટબુકો નું રાહત દરે વિતરણ કરવામાં આવનાર હોવાનું સમિતિના સેક્રેટરીએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.