રાજપુર ડીસા પાંજરાપોળની જાગૃતિથી ૧૫૫ જીવોને અભયદાન

ડીસા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સાશનમાં તાજેતરમાં પોલીસની સમગ્ર સુચકતાથી અને જીવદયાપ્રેમીઓની જહેમતથી ૭૦,૦૦૦ થી વધુ અબોલ જીવોને અભયદાન મળેલ ત્યારે શ્રી રાજપુર ડીસા પાંજરાપોળના અગ્રેસરોની જાગૃતિથી થરાદ તાલુકાના કળશ લવાણા મુકામેથી કતલખાને લઇ જવાતાં ૭૦ પાડા બચાવેલ છે. 
થરાદ પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુના રજીસ્ટર ૪/૨૦૧૯ મુજબ ફરીયાદ નોંધાવેલ તેમજ થરાદ પોલીસ સ્ટેશનથી ઘેટા-૮ અને એક બકરી, અમીરગઢ પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુના રજીસ્ટર નં. ૪/૨૦૧૯ મુજબ અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ૭૨ પાડા બેંગ્લોર જૈન સંઘ દ્વારા અટકાયત કરેલ ઉંટ જીવ-૪ સહીત કુલ-૧૫૫ અબોલ જીવોને અભયદાન મળેલ છે.  બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર પોલીસ અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે. આ કાર્યમાં જીવદયાપ્રેમી પ્રફુલભાઇ શાહ (પાલનપુર), ડીસાથી પરેશભાઇ પંચાલ, મકસીભાઇ રબારીએ ભારે જહેમત ઉઠાવીને કતલખાને જતાં અબોલ પશુઓને પાંજરાપોળમાં સુરક્ષિત કર્યાં છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.