વાવના ચોથા નેસડા ગામે પીવાના પાણીના પોકારો

  વાવ : વાવ તાલુકા કસ્ટમ રોડ પર આવેલા ચોથા નેસડા ગામ અંદાજે ૩૦૦૦ ની  જન સંખ્યા અને ૩૦૦૦ પશુધન ધરાવતું ગામ છે. છેલ્લા એક સપ્તાહથી ચોથા નેસડા ગામને પીવાનું પુરતું પાણી મળતું નથી ગામ લોકોના જણાવ્યા અનુસાર ૩૦૦૦ ની જન સંખ્યા અને ૩૦૦૦ પશુધન ધરાવતાં ચોથા નેસડા ગામની  રોજીંદા ૩ ટેન્કરની જરરૂરિયાત સામે માત્ર ૧ ટેન્કર પાણી મળે છે. જેથી કરીને ગ્રામજનો પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સત્વરે ચોથા નેસડા ગામને રોજીંદા ૩ ટેન્કર પાણી નિયમિત રીતે  નહી મળેતો ગ્રામજનો જિ. કલેક્ટરને રજૂઆત કરશે તેવું મીડીયા સમક્ષ જણાવ્યું છે. હાલમાં ચોથા નેસડા ગામે આવતા પાણીના હવાડામાંથી ગામ લોકો અને પશુધન એક સાથે પાણી  લેવા માટે મજબુર બની ગયા છે. ચોથા નેસડા  ગામને પાણીનો પુરતો જથ્થો ફાળવવામાં આવે તેવી ગામ લોકોની ઉગ્ર માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.