ગાંધીનગરઃ આવતીકાલે કલેક્ટર કોન્ફરન્સમાં મહેસુલી કામોનું મંથન

ગુજરાત
ગુજરાત

આવતીકાલે રાજ્યભરના કલેક્ટરો ગાંધીનગરમાં આવી રહ્યા છે. રાજ્યના મહેસુલ મંત્રીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ૨૨ જેટલા મુદ્દાઓ મુકવામાં આવ્યા છે. આ કલેક્ટર કોન્ફરન્સમાં એનએના સરળીકરણ માટે જમીનો ટાઈટલ ક્લિયરન્સ સટિર્ફિકેટની વિવિધ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ગોકળગાયની ગતિએ ચાલતી સર્વે નંબરની પ્રક્રિયાના પરિણામકે એનએની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે. રાજ્યભરમાં અત્યાર સુધી આ કામગીરી ૬૦થી ૭૦ ટકાના રેશિયો ૫૧ પણ પહોંચી નથી. આ કામગીરી ગત જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરવાની થતી હતી પરંતુ હજુ સુધી જોઈએ તેટલી સફળતા મળી નથી.
 
ગાંધીનગર ખાતે આવતીકાલે રાજ્યભરના કલેક્ટરો ની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ જિલ્લાઓમાં બિનખેતીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે તમામ સર્વે નંબરોના ટાઈટલ ક્લિયરન્સ સટિર્ફિકેટ આપવાની યોજના સરકારે હાથ ધરી છે. પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી આ પ્રક્રિયાને લઈ નારાજગી પણ ભરપુર છે. મહેસુલ મંત્રી કૌશિભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી આખા દિવસની કોન્ફરન્સમાં અંદાજે ચારથી પાંચ વિભાગ દ્રારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા ખાસ એપ્રેન્ટિસ યોજના તેમજ દરેક જિલ્લામાં રોજગાર ભરતી મેળાઓ અને કેમ્પસ પ્લેસમેન્ટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બિનખેતીના નિયમોનું સરળીકરણ માટે સર્વેના ટાઈટલ ક્લિયરન્સની કામગીરી રાજ્યભરમાં માત્ર ૬૦થી ૬૫ ટકા થઈ છે. જેને લઈને નારાજગી પ્રવર્તી રહી છે. રાજ્યના તમામ સર્વે નંબરોના ટાઈટલ ક્લિયરન્સની ચકાસણી સમયબધ્ધ રીતે પૂર્ણ કરવા આદેશ છતાં કામગીરી થઈ શકી નથી તે એટલી જ સત્ય વાત છે. એનએની પ્રક્રિયા ઓનલાઈન કરવાની સાથે ફરજો અને સત્તાઓમાં પણ બદલાવ લાવવામાં આવ્યો છે. રાજ્યભરના જિલ્લા કલેક્ટરો આખો દિવસ સ્વર્ણિમ સંકુલ-૧ માં બેસનાર છે. આ કલેક્ટર કોન્ફરન્સમાં કુપોષણ અભિયાન, રોજગારી સહિત આવતા દિવસોમાં સરકારના યોજાનાર મહત્વના કાર્યક્રમોનો એજન્ડા હાથ પર લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શરૂ થનાર બજેટ સત્રને પરિણામે માર્ચ મહિનામાં કોન્ફરન્સ બોલાવી શકાય તેવી સ્થિતિ નથી. યોજનાકીય ખર્ચ સમયબધ્ધ પૂર્ણ કરવા પણ ખાસ માર્ગદર્શન નાણા વિભાગ દ્રારા આપવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.