02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / હવે ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે નહીં હોય તો પણ ચાલશે, સરકારે કર્યો આદેશ

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે નહીં હોય તો પણ ચાલશે, સરકારે કર્યો આદેશ   10/08/2018

કાર અને બાઇક લઇને નીકળો તો સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી બુક રાખવાની જરૂર નથી. માત્ર તમારા મોબાઇલમાં એક એપ ડાઉનલોડ કરો. માર્ગ પરિવહન મંત્રાલયએ આઇટી એક્ટમાં કેટલાક સંશોધન કર્યા છે. કેન્દ્રે રાજ્યોના પરિવહન વિભાગો અને ટ્રાફિક પોલિસને નિર્દેશ કર્યા છે કે ખરાઇ કરવા માટે ઓરિજિનલ કોપી ના લે અને આ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ લોકર અથા એમપરિવહન પ્લેટફોર્મ થકી દર્શાવવામાં આવે તો તેને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સ્વીકારે.
 
પરિવહન મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્ય પરિવહન વિભાગોને જણાવ્યું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, ઇન્સ્યોરન્સ પેપર સહિતના ડોક્યુમેન્ટ્સ જે ડિજિટલ લોકર અથવા એમપરિવહન એપમાં છે તેની ઇલેક્ટ્રોનિક કોપીને માન્ય રાખવામાં આવશે. એટલે કે હવે ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા મોબાઇલથી ડ્રાઇવર અથવા વાહનની જાણકારી ક્યૂઆર કોડ થકી પોતાના ડેટાબેઝમાંથી કાઢી શકે છે અને ડ્રાઇવર દ્વારા ટ્રાફિક નિયમોના ઉલંઘનને પણ રેકોર્ડ કરી શકે છે.
 
આ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં DigiLocker Appને ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કર્યા બાદ તેમા તમે તમારા તમામ ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરી શકો છો.
- આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને DigiLockerમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમકે, પેનકાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ, ડિગ્રીને સ્ટોર કરી શકાય છે. જો ક્યારેક તમે તમારા ડોક્યુમેન્ટ મોકલવા માગો છો તો તમે ડોક્યુમેન્ટ્સની સીધી ડિજિટલ કોપી શૅર કરી શકો છો. થોડા સમય બાદ તેમાં તમે 1જીબી સુધી સ્ટોરેજ કરી શકશો. 
- DigiLockerનો યૂઝર પોતાના Google અને Facebook એકાઉન્ટથી લિંક કરી શકો છો. તમે ડોક્યુમેન્ટ્સની ફાઇલને pdf, jpg, jpeg, png, bmp અને gif ફોર્મેટમાં અપલોડ કરી શકો છો.
 
DigiLockerને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો. વેલકમ સ્ક્રીન પર તમને બે ઓપ્શન મળશે. એક Sign In હશે અને બીજું Sign Upનું. જો પહેલાથી તમારું એકાઉન્ટ ક્રિએટેડ છે તો Sign In પર ક્લિક કરો લોગઓન કરો. જો તમે પહેલીવાર તેનો યૂઝ કરી રહ્યા છો તો Sign Upના ઓપ્શન પર જાઓ.
 
અહીં તમારો મોબાઇલ નંબર નાંખો. બાદમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. જે થકી વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશનની પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમે તમારું નામ અને પાસવર્ડ ક્રિએટ કરી શકો છો.
 
DigiLockerનું એક્સેસ કરવા માટે તમારા આધારનંબરને લિંક કરવું પડશે. Tap On LinkAadharના ઓપ્શન પર ક્લિક કરો અને અહીં 12 અંકનો આધાર નંબર નાંખો. પછી OTP થકી વેરિફિકેશન કરવામાં આવશે. હવે તમે તમારા ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરવા માટે DigiLockerનો ઉપયોગ કરી શકો છો.

Tags :