ડીસા માર્કેટયાર્ડની કેટલીક પેઢીઓ પર જીએસટી અધીકારીઓની તપાસ

ડીસાના એપીએમસીમાં ગુરુવારે કેટલીક પેઢીઓ પર અમદાવાદ જીએસટી વિભાગના અધિકારીઓ દ્રારા ઓચિંતી તપાસ હાથ ધરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જીએસટી વિભાગના સર્ચ ના પગલે અન્ય દુકાનધરકોમાં ફફડાટ ફેલાયો હતો.
ડીસા એપીએમસીમાં ગુરુવારે બપોરે જીએસટી વિભાગની ત્રણ જેટલી ટીમોએ કેટલીક પેઢી ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે જીએસટી અધિકારીઓને જે અડ્રેસ આપ્યું હતું તે દુકાણધારક અન્ય જગ્યાએ હોવાથી અધિકારીઓ પણ વિમાસણમાં મુકાયા હતા. જોકે એપીએમસી માં જીએસટી વિભાગ ત્રાટકી હોવાના સમાચાર મળતા અન્ય પેઢી સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો જેથી પેઢી સંચાલકો દુકાન બંધ કરી જતા રહેતા એપીએમસીમાં કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી.જોકે જીએસટી ટીમે સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.