ઉમિયા ગૃહઉદ્યોગ ચલાવતા પ્રજ્ઞેશભાઈ ચંદુભાઈ રાવલ જેઓ હિંગની ફેક્ટરી ચલાવે છે ત્યાં ત્રણ દિવસ પહેલા સાંજે ૪ કલાકે આસપાસ મોનિકા પટેલ અને અમરતભાઈ પરમાર ગયેલ અને દિવાળી બોનસ તરીકે રૂ.૫0 હઝાર માંગેલા વેપારીએ ના પાડતા 3૫ હઝાર આપો એવું કહેલ પરંતુ તેમાં પણ ના પાડતા રૂ.૧૫ હઝારમાં વાત નક્કી થયેલ અને આજે સવારે ૧૧ કલાકે ઓફિસે આપી જવા જણાવેલ તે મુજબ ફરિયાદી પ્રજ્ઞેશભાઈએ પાલનપુર ACBમા ફરિયાદ કરીને આજે પાટણ ખાતેની ફૂડ એન્ડ ડ્રગ્સની ઓફિસ નીચે જ અમરતભાઇ રંગે હાથ પૈસા લેતા ઝડપાયા. હાલ પાટણ ઓફિસ ખાતે પંચનામું વગેરે કાર્યવાહી ચાલી રહી છે.