જામનગરઃ કોર્ટે આરોપીને જેલમાં ધકેલવાનો કર્યો હુકમ, પછી આરોપીએ પોલીસને દોડાવી

જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી, જેલ હવાલે કરવાની તજવીજ દરમિયાન આરોપી નજર ચૂકવી નો... દો... ગ્યારહ... થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ચાર દિવસ પૂર્વે થયેલી જૂથ અથડામણના પ્રકરણમાં હત્યા પ્રયાસ સંબંધિત નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો, નાશી ગયેલા આરોપીને પકડી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામનગર કોર્ટ પરિસર માંથી વધુ એક આરોપી પોલીસ જાપ્તા માંથી નાશી ગયાની ઘટના સામે આવી છે. સીટી બી ડીવીજન વિસ્તારના બેડી મરીન પોલીસ દફતરમાં તા. ૧૬મીના રોજ બે જૂથ વચ્ચે અથડામણની ઘટના ઘટી હતી. આ બનાવ અંગે સામે પક્ષે હમીદ સુરાણીએ અબ્બાસ બેલાઇ, સીદીક બેલાઇ, કાસમ બેલાઇ, જાફર બેલાઇ, ખાલીદ બેલાઇ સહિતના પાંચ શખ્સોએ છરી અને છુટ્ટા પથ્થરો ફટકારી હમીદભાઇ તથા રજાકભાઇને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અબ્બાસભાઇએ હમીદભાઇને પોતાનું મકાન ગીરવે આપ્યું હતું આ મકાનમાં બાંધકામ કરતા હોવાથી તેઓને બાંધકામ કરવાનું ન કહેતા મામલો બીચકયો હતો અને સામસામે આવી જતાં ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો હતો.

પોલીસે આ બનાવની સામ સામે પોલીસ હત્યા પ્રયાસ અને રાયોટિંગ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સીટી બી ડીવીજન પોલીસે એક જૂથના આરોપી જાફર અબ્બાસભાઈ બેલાઈ જાતે વાઘેર ઉ વ ૨૩ રહે પાણાખાણ ગરીબનગર બેડી વાળાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. ગઈ કાલે બપોરે સાડા ચાર વાગ્યે પોલીસે નવી કોર્ટના બિલ્ડીગમાં આરોપીને રજુ કર્યો હતો.

જ્યાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેથી જપ્તામાંના કોન્સ્ટેબલ નીલેશભાઈ ચંદુલાલ પંડ્યા સહિતનાઓએ આરોપીને જેલમાં ધકેલવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસેઆરોપીનું જેલ વોરન્ટ ભરવા માટે આરોપીને સાથે લઈ ચીફ કોર્ટના રજીસ્ટર ઓફીસ ખાતે રાઉન્ડશીલ મારવા તરફ પ્રયાણ કર્યું હતું. તે દરમ્યાન આરોપી જાફર પોલીસ સ્ટાફની નજર ચુકવી કસ્ટડીમાથી નાશી ગયો હતો.

આ બનાવને લઈને પોલીસવર્તુળમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે આરોપીને પકડી પાડવા નાકાબાંધી ગોઠવી શોધખોળ વિસ્તારી હતી. પરંતુ સવાર સુધીમાં આરોપીની ભાળ મળી ન હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.