02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણ માટે યોગી આદિત્યનાથને સી.એમ રૂપાણીએ આપ્યું નિમત્રંણ

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણ માટે યોગી આદિત્યનાથને સી.એમ રૂપાણીએ આપ્યું નિમત્રંણ   15/10/2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત ડેલીગેશન સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અવસરે ૩૧ ઓક્ટોમ્બરના રોજ ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવા લખનૌ પહોંચ્યા હતા.
 
સરદારપટેલ ની આ મૂર્તિની આધારશીલા ૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૩ના રોજ તેમની ૧૩૮ની જન્મજયંતિ પર રાખવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ પોતાના નિવાસ સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી અને ડેલીગેશનના સત્કારમાં સાંજનું ભોજનનું આયોજન કર્યું હતું.
 
મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી રમણ ભાઈ પાટકર, સંસદ સભ્ય દેવુસિંહજી, ધારાસભ્યો સર્વશ્રી વલ્લભ ભાઈ કાકડીયા, કેતન ઇનામદાર, વીરેન્દ્ર સિંહ જાડેજા તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ વરિષ્ઠ સચિવો આ ડેલીગેશન માં જોડાયા હતા.

Tags :