વાડીયામાં યુવતિનાં લગ્ન લેવાતાં શરણાઈના સૂર રેલાયા

બનાસકાંઠાનાં વાડિયા ગામે આજે સરણાઈ નાં સુર વાગી રહ્યાં છે સામાજિક સંસ્થાઓનાં પ્રયત્નથી આ ગામમાં ખુબજ પરિવર્તન આવ્યુ છે અને આજે સામાજિક સંસ્થાના સંચાલક ની હાજરીમાં ગામની એક યુવતિનાં લગ્ન થયાં હતાં.જે લગ્ન રંગેચંગે કરાયા હતાં.
વાડિયા ગામએ નામ સાંભળતા જ લોકોનાં મનમાં એક જ સવાલ ઉભો થાય જે દેહવ્યાપાર માટે જાણીતું છે તેં વાડિયા પણ હવે આ ગામની વાત કઈક અલગ છે. સતત સામાજિક સંસ્થાઓનાં પ્રયત્ન થી વાડિયા ગામમા ખુબજ પરિવર્તન આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લાનાં છેવાડે આવેલ થરાદ નાં અંતરિયાળ વિસ્તારમાં આવેલુ વાડિયા ગામ છે. આ ગામ દેહ વ્યાપાર તરીકે સમગ્ર દેશ બદનામ થયુ હતુ ત્યારે આ ગામમાં સુધારો લાવવા સરકાર એ અનેક પ્રયત્ન કર્યા હતાં. વર્ષો પહેલા રાજય સરકારનાં મંત્રી અશોક ભટ્ટએ આ ગામને દત્તક લઇ ગામની મહિલાઓને બહેન બનાવી ગામમાં પાણીનો બોર બનાવી આપી ખેતી તરફ વળવા પ્રયત્ન કર્યો હતો પણ સરકારનાં પ્રયત્નો સફ્‌ળ થયાં નહીં પણ ૨૦૦૬ ની સાલમા વિચરતી વિમુકતિ સમુદાય મંચનાં ચેરમેન મિત્તલ બેન પટેલ એ પ્રયત્ન સરૂ કર્યા અને પ્રથમ ૨૦૧૨માં આ ગામમા સમૂહ લગ્ન થયાં અને બાદમાં હવે ગામમા લગ્ન થવા લાગ્યા છે. ગામની દીકરીઓને હવે દેહ વ્યાપારમાં ધકેલવાની જગ્યા એ ઉંમર થતા લગન કરાવી દેવામાં આવે છે. વાડિયા ગામમાં ચાર દિકરીનાં લગન થઈ રહ્યાં હતાં જયાં મિત્તલબેન પટેલ પણ હાજર રહ્યાં હતાં. 
મિત્તલબેન પટેલ સતત આ ગામની મહિલાઓ અને દીકરીઓને વ્યવસાય માટે ભેંસો લઇને આપી અન્ય ગામની મહિલાઓને પણ વ્યવસાય માટે રૂ.૮૦ લાખની લોન પણ વિચરતી વિમુકતિ સમુદાય મંચ દ્વારા અપાઈ છે અને હાલ આ ગામની મહિલાઓ અને દીકરીઓ ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ૨૦૦૬ થી ગામમાં આવ્યાં, જાણવા મળેલ કે દેહ વ્યવસાયમાં મહિલાઓ ને પરાણે જેતરાવૂ પડતું હતી, અમે લાન આપવાનું સરૂ કર્યું, દિકરીની સગાઈ બાદ લગન કરી દેવાય છે ૨૦૧૨ પછી લગન થવા લાગ્યા, ૨૦૦૫ મા બંજર વાડિયા હતુ. આજે અલગ વાડિયા છે, સરકારનાં સામાન્ય સહયોગ મળે છે. જમીન સરકાર એ આપી પણ પાણી ન હતુ આમે ૮૦ લાખનીલોન આપી, પીવાના પાણીની હાલ પણ સમસ્યા છે, હજુ સરકારનાં પૂરા પ્રયત્ન થયાં નથી. વાડિયા ગામ ગામની મહિલાઓ પણ આ સંસ્થા સાથે જોડાઇ છે. અને ગામની મહિલાઓ લગન કરવા ગામની દીકરીઓને તૈયાર કરે છે દિકરી ઉંમર થતા જ ગામની મહિલાઓ પરિવાર ને સમજવી દિકરી નાં લગન કરાવી દે છે. જોકે આ ગામની મહિલાઓ આજે આ સંસ્થા નાં સંચાલકો ના ખુબજ આભાર વ્યકત કરે છે. ગામને બદનામીમાંથી બહાર કાઢવાનું અને સાથે મદદ કરવાનું કામ પણ આ સંસ્થા કરી રહી છે. તેમ ચંદ્રબેન સરાણીયા (સ્થાનિક મહિલા,વાડિયા ગામ) બહેન આવીને સહયોગ કર્યો, આગાઉ સમૂહ લગન કર્યા, ભેંસો લાવવા લાન આપી, ખેતી કરીયે છીયે, અત્યારે પાંચ દીકરીઓનાં લગન કરાવ્યા, પહેલા અમારી છાપ ખરાબ હતી, પણ હવે આવુ નથી, અમારાં ગામનો ખૂબ જ સુધારો આવ્યો છે. ઉમેર્યુ હતું.
અગાઉની સરકારો આ ગામને બદનામીમાંથી બાહર લાવવા સરૂઆતનાં પ્રયત્નો કર્યા પણ ગામનાં લોકોની જરૂરિયાત મુજબ કામો થયા જ નહીં જેથી ગામની મહિલાઓ પોતાના વ્યવસાયથી હટી નહીં. આજે પણ આ ગામને સુધારવા સામાજિક સંસ્થાનો સાથ મળ્યો છે. બાકી આ ગામમા આજે પણ અનેક ઘરોમાં લાઈટ નથી તો ગામમા પીવાના પાળીનાં ફાંફાં આજે પન છે ગામની મહિલાઓ આજે પણ પાણી માટે ફાંફાં મારી રહી છે. 
સારદાબેન (સ્થાનિક કાર્યકર, વિચરતી વીમુકતિ જાતી મંચ) તેમ જણાવી પહેલાગામમા ક્સુજ ન હતું ગામમા આંગણવાડી સરકાર તરફ થી નથી મળી, વારંવાર રજૂઆતો કરી છે, પાણી ની વ્યવસ્થા નથી, શૌચાલય ગામમા ઘર ઘર નથી,વાડિયા ગામનાં લોકોનું કોઈ અધિકારી રજુઆત સાંભળતું નથી, અમારું સ્વપ્નું હતુ જે આજે પુર્ણ થઈ રહ્યુ છે. વાડિયા ગામ એ સમગ્ર દેશ મા દેહ વ્યાપાર માટે જાણીતું હતુ.પણ હવે આ ગામમા ખુબજ સુધારો આવી જવા પામ્યું છે. આ ગામની મહિલા અને પુરૂષા માટે સરકાર તો કંઇજ કર્યું નથી પણ વિચરતી વિમુકતિ જાતી મંચ દ્રારા આ ગામને અને ગામની મહિલાઓને સાથ મળતાં અનેક મહિલાઓ આ દેહ વ્યાપાર ના વ્યવસાય છોડીને બહાર આવી છે જેથી આજે ગામમા લગનનાં ઢોલ ધબુકી રહ્યાં છે આ ગામમા આજે દીકરીઓની ઉમર થતા જ પીળા હાથ કરાવવામાં આવી રહ્યાં છે અને ગામની દીકરીઓ ને વાજતે ગાજતે મંગલ ફેરા ફેરવી લગન થઈ રહ્યાં છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.