ડીસામાં ખેડૂતને બેંક અધિકારી બની ફોન કરી રૂ ૨ લાખ એ.ટી.એમ માંથી ઉપાડી લીધાં

ડિજિટલ ઇન્ડિયામાં બેંકોના આર્થિક વ્યવહારો ઓનલાઈન થતા લોકોની સુવિધા સાથે સાથે છેતરપિંડીના બનાવો પણ વધવા લાગ્યા છે. ડીસાતાલુકાના લોરવાડા ગામના એક ખેડૂતના ખાતામાંથી બેંક અધિકારીના નામે અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરી ખેડૂતનો એટીએમ પીન નંબર મેળવી લઈ ખાતામાંથી રૂપિયા બે લાખ ઉપાડી ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
 
 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામના જેન્તીભાઈ નાગરભાઈ પરમાર નામના ખેડૂત ડીસા શહેર ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. તેઓએ તાજેતરમાં જ પોતાની લોન રીન્યુ કરવા બેંકના ખાતામાં બે લાખ રૂપિયા ઉપરાંતની રકમ જમા કરાવી હતી. ત્યારે ગત તા.17 ઓક્ટોબર તેઓને બેંક અધિકારીને નામે અજાણ્યા શખ્સોએ ફોન કરી તમારું ખાતું બંધ થઈ જશે તેમ કહી એટીએમ નો પીન નંબર અને નેટવર્કિંગ નંબર માગતા તેઓએ ભોળાભાવે આપ્યો હતો. ત્યારબાદ તેઓ 23 ઓક્ટોબરે બેંકમાં લોન ખાતા બાબતે તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે તેઓના ખાતામાંથી 17 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીમાં બે લાખ રૂપિયા ગયા છે.
 આ બાબતે તેઓએ ડીસા બેંક અધિકારીને જણાવતા બેંક દ્વારા તપાસ કરતા કોઈ અજાણ્યા શકશે એટીએમ નંબરના આધારે તા.17 થી 22 ઓક્ટોબર સુધી ટુકડે-ટુકડે રૂ.બે લાખ ઉપાડી લીધા હતા. ગરીબ ખેડૂત ની મહેનતની કમાણી ના પૈસા છેતરપિંડી કરી લઇ જવાતા તો નિરાધાર બની ગયા છે. તેઓએ આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે.
 
છેલ્લા ઘણા સમયથી બેંકોમાં ઓનલાઇન ઠગાઇના કિસ્સા વધી રહ્યા છે ત્યારે પોલીસના સાયબર કરાઈમ વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી થાય તો જ ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.