સુરતમાં કાર ચાલકે દારૂના નશામાં ભાન ભૂલેલા ચાલકે બાઈકને ઉડાવી સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ તરફના ખાડામાં કાર પલટી મારી ગઈ હતી.

સુરતમાં ભાટપોરની ઓએનજીસી કંપનીના ગેટ પાસે રાત્રે જેગુઆર કારના ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને ઉડાવતા બેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વેસુની સંજીવની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોક ટોળા જમા થતા કાર ચાલક સહિત ત્રણ જણા ભાગી છુટયાં હતા. જ્યારે કાર ચાલકનો મિત્ર રાજેશ વશરામ કુંભાણી(ઉ.વ.35)(શુભ રેસિડેન્સી,કામરેજ) તથા દિલીપ દિનેશ પેથાણી(ઉ.વ.25)(ઓમ રેસડેન્સી,કામરેજ)ને લોકોએ પકડીને પોલીસને સોંપી દીધા હતાં. બન્ને દારૂનો નશો કરેલો હોવાથી ઈરછાપોર પોલીસે બન્ને સામે પીધેલાનો કેસ કર્યો હતો. 
 
એકની હાલત ગંભીર
 
પોલીસે જણાવ્યું કે ચાલુ કારમાં પાંચેય જણા કામરેજથી દારૂ પીતા હતા અને કામરેજથી ભાણો નામનો શખ્સ કાર ચલાવતો હતો. ભાણાની અટક ગજેરા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભાણો જ  દારૂની બોટલ લઈને આવ્યો હતો. કાર મગદલ્લા બીજથી ઈચ્છાપોર તરફ ફુલસ્પીડમાં આવી રહી હતી. નશામાં ભાન ભૂલેલા ચાલકે બાઈકને ઉડાવી સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ તરફના ખાડામાં કાર પલટી મારી ગઈ હતી. ઈજા પામેલામાં એકનું નામ રમેશકુમાર છેડીલાલ અને બીજાનું નામ ધર્મરાજ રાજકુમાર છે. બંનેની ઉંમર 22 વર્ષની છે અને ભાટપોરમાં ભાડેથી રહીને મજૂરીકામ કરે છે. બન્ને જણા બાઈક પર બેસીને પરત ઘરે જતા હતા.  બન્ને પૈકી ધર્મરાજની હાલત ગંભીર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.