વાવ તાલુકાના ર૯ ગામના ૧૫૫ લાભાર્થીને રૂ.૪૬ લાખના ચેકનું વિતરણ

વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ગઇકાલ તા. ૩૧/૦૧/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઇ રાજપૂતના અધ્યક્ષસ્થાને લાભાર્થી સંમેલન યોજાયું હતું. જે પ્રસંગે તાલુકાના ૨૯ ગામોના ૧૫૫ લાભાર્થીઓને રૂ. ૪૬ લાખના વર્ક ઓર્ડરના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પ્રમુખ કાનજીભાઇ રાજપૂતે અને ટી.ડી.ઓ. બી.ડી. સોલંકીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાથી લાભાર્થીઓને વાકેફ કર્યાં હતા અને વધુમાં જણાવ્યું હતું કે, જેમ લાભાર્થીઓ ઝડપી કામ કરશે તેમ તેમના ખાતામાં ઓનલાઇન ઝડપી હપ્તાઓ પહોંચી જશે. અત્યારે માત્ર ૧૫૫ લાભાર્થીઓને વર્ક ઓર્ડરો એનાયત કરાયા છે. જ્યારે ટૂંક સમયમાં વાવ તાલુકામાં ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ક ઓર્ડરો આપી એક પણ લાભાર્થી આ યોજનાથી વંચિત નહી રહે 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.