વાવ પોલીસ મથકમાં યુવકે ખાખી વર્ધીની હાજરીમાં ઝેર ઘોળ્યું

વાવ : પોલીસ સુત્રો પાસેથી સતાવાર મળતી વિગતો અનુસાર વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના ફરીયાદી ગગાભાઈ રામસીભાઈ મકવાણા (દલીત)એ ખીમાણાવાસના રબારી હીરાભાઈ કરમશીભાઈ અને તેમની પÂત્ન માલીબેન હીરાભાઈ વિરૂધ્ધ ઈપીકો કલમ ર૯૪ (ખ), પ૦૬ (ર), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ ૩(૧) આર.એસ., ૩, (ર)(પ) મુજબ ફરીયાદ આપતાં ગત તા.૧પ/૮/ર૦૧૯ ના રોજ ખેમાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ.રપ) તેમજ રબારી સમાજના અગ્રણીઓ વાવ પોલીસ મથક ખાતે આવેલા પરંતુ વાવ પી.એસ.આઈ. જી.કે.જાડેજા ઢીમા ખાતેના પુનમના મેળાના બંદોબસ્તમાં હોઈ બપોરે ૩.૩૦ કલાકે આવી ટોળાંમાંથી બે પાંચ માણસોને બોલાવી તેમની અરજી લઈ વાંચી જણાવેલ કે તમારી ફરીયાદ નોંધાઈ જશે તમારો માણસ દવાખાનામાં સારવાર હેઠળ છે તેની તપાસમાં મે માણસ મોકલેલ છે પરંતુ આ લોકોએ લુંટની ફરીયાદ આપવાની હઠ કરતાં પી.એસ.આઈ. જી.કે.જાડેજાએ આ બાબતે તપાસ કરી ફરીયાદ નોંધાવાનું જણાવતાં ટોળા સહીત તમામ લોકો પોતાના ઘરે રવાના થઈ ગયા હતા. પરંતુ ફરી પાછો સાંજે ૯.૦૦ કલાકે ખેમાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ.રપ રહે.ખીમાણાવાસ તા.વાવ) નામનો યુવક વાવ પોલીસ મથક ખાતે પહોંચી ફરજ પરના પી.એસ.ઓ. જાડે ફરીયાદ બાબતે રકઝક કરી પોતાની સાથે લઈ આવેલ ઝેરી પ્રવાહી ગટગટાવી જતાં ફરજ પરના પી.એસ.ઓ. એ વાવ પી.એસ.આઈ. જી.કે.જાડેજાને જાણ કરતાં પી.એસ.આઈ. જાડેજાએ તેમના સ્ટાફ મિત્રોની મદદથી સરકારી પોલીસની ગાડીમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. હાલમાં પીડીત યુવક થરાદની સરકારી હોÂસ્પટલમાં સારવાર લઈ રહેલ છે તેના નિવેદનથી પોલીસ ફરીયાદ નોંધાઈ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.