02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદમાં તાલુકા પંચાયતના નવા મકાનથી જન સુખાકારી વધશે : પરબતભાઇ પટેલ

થરાદમાં તાલુકા પંચાયતના નવા મકાનથી જન સુખાકારી વધશે : પરબતભાઇ પટેલ   28/10/2018

 
 
                 થરાદ તાલુકાના હાર્દસમા તાલુકા પંચાયતના ૫૦ વર્ષ પુરાણા જર્જિરત મકાનના કારણે પોપડાં તુટવાથી તાજેતરમાં એક સદસ્ય અને તેમના પુત્રને ઇજા પણ થવા પામી હતી.આખરે કચેરી દ્રારા જુનુ જર્જરીત મકાન તોડી નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.શનિવારે રાજ્યના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ દ્રારા મકાનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ૨.૪૦ કરોડના ખર્ચથી અત્યાધુનિક મકાન બનાવવામાં આવશે.જેના કારણે તાલુકાની પ્રજા અને તાલુકાપંચાયતના અધિકારી પદાધિકારીઓની જાહેર સુખાકારીમાં વધારો થશે.

Tags :