રાજયમાં એકાએક તાપમાનમાં ઘટાડો થતાં તીવ્ર ઠંડીનું મોજુ

 
 
અમદાવાદ
અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાનમાં જારદાર ઘટાડો રહ્યો હતો. અમદાવાદમાં પાંચ ડિગ્રીથી પણ વધુનો ઘટાડો થયો હતો. તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગઇકાલે બુધવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૭.૬ની સરખામણી માં આજે તાપમાન ગગડીને ૧૨.૪ ડિગ્રી થઇ ગયું હતું. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. જા કે, નલિયામાં ગઇકાલની સરખામણી માં આજે તાપમા નમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પારો આજે ગગડીને ૧૨.૪ ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ગગડી શકે છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.