ધાનેરા તાલુકાના જાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર પરની મહિલા કર્મચારી વિવાદમાં સપડાઈ

ધાનેરા તાલુકાના જાડી ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર વાયરલ થયેલા વિડીયોના આધારે વિવાદમાં સપડાયું છે.જાડી પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગની મહિલા કર્મચારી ફરજ નિભાવે છે.ત્રણ દિવસ પહેલા ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મહિલા કર્મચારીએ દવાનો જથ્થો આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ સળગાવી દીધો છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે આ મહિલા કર્મચારીએ ગામ માં કોઈને પણ દવા આપતી નથી અને તમામ સરકારી દવાને ખાડો ખોદી અંદર દાટી દીધી છેકે પછી સળગાવી દીધી હોવાના વિડીયો વાયરલ થતા આ આખો મામલો સામે આવ્યો છે.જાડી ગ્રામપંચાયતના સદય મહિલાના પતિએ જણાવ્યું હતું કે આ મહિલા કર્મચારી રાજકીય કોઈ ઓળખણ ધરાવી પોતાની મનમાની ચલાવે છે.
 
સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે મોટા પ્રમાણમાં દવા અપાય છે જેથી ગામડાના લોકોને પણ સરકાર તરફથી વિના મૂલ્યે સારવાર મળી રહે.પરંતુ જાડી ગામે સરકારી પૈસા એ રીદેલ દવાને સળગાવી દેતા ગ્રામજનો રોષે ભરાયા છે. જયારે અગાઉ પણ આ મહિલા કર્મચારી વિરુદ્ધ અરજી કરેલ હોવાનું પણ જણાવ્યું હતું.દવા સળગાવી હોવાનો વિડીયો તેમજ ફોટા વાયરલ થતા ધાનેરા તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આખા મામલાની તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ફરજ પરની એફ એસ ડેબ્યુ મહિલા કર્મચારીએ દવાનો જથો સળગાવ્યા હોવાના સમાચારના ભાગ રૂપે હાલ નોટિસ આપી ખુલાસો માગ્યો છે.ધાનેરા તાલુકાના જાડી પેટા આરોગ્ય કેન્દ્ર પરની મહિલા કર્મચારીએ દવા સળગાવી હોવાના આક્ષેપો વચ્ચે હવે આરોગ્ય વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.