ડીસા આખોલ ચાર રસ્તા નજીક પુલ ઉપરથી હિટાચી મશીન ખાબક્યું : સદનસીબે મોટી જાનહાનિ ટળી

ડીસા નજીક આખોલ ચાર રસ્તા પરના પુલ પરથી હિટાચી મશીન નીચે ખાબકતા અફડા તફડી મચી જવા પામી હતી. આ અંગેની મળતી વિગતો પ્રમાણે  ડીસા આખોલ ચાર રસ્તા પર ઓવરબ્રિજ પરથી હિટાચી મશીન લઇ જઇ રહેલ ટ્રેલરમાંથી વળાંકમાં હિટાચી મશીન સરકી ગઈ બ્રિજ પરથી નીચે રોડ ઉપર પટકાતા હિટાચી મશીનને મોટુ નુકશાન થવા પામ્યું હતું. જોકે આ રોડ ઉપર મોટી સંખ્યામાં વાહનો પસાર થતા છે પણ બપોરનો સમય હતો. જેથી  સદનસીબે  તે દરમિયાન કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની ટળી હતી ઘટનાની જાણ થતા તંત્ર ઘટનાસ્થળે દોડી આવી મશીન ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
 
પુલ અકસ્માત ઝોન બન્યો
 
ડીસા આખોલ ચાર રસ્તા નજીક બનાવેલો પુલ ગોઝારો સાબિત થયો છે. અનેકવાર આ પુલ ઉપરથી અકસ્માત થયાના બનાવો બન્યા છે.જેમાં અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે અત્યંત વળોકના કારણે વાહનચાલકો  કાબુ ગુમાવતા હોવાથી અનેક વાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.