મદ્રાસ હાઇકોર્ટે સરકારને TikTok એપ બેન કરવાનો આદેશ આપ્યો

TikTok વીડિયો એપ ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની છે. તેની સાથે આ વીડિયો એપને નપસંદ કરનારા લોકો છે. મદ્રાસ હાઇકોર્ટે સરકારને આ એપને બેન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે આ ચાઇનીઝ વીડિયો એપ ટિકટૉકમાં વાંધાજનક કંટેન્ટને પ્રોત્સાહન આપે છે. મદ્રાસ હાઇકોર્ટે એપ વિરુદ્ધ ફાઇલ કરેલી અરજી પર સુનવણી દરમિયાન કહ્યું હતું કે, બાળકો ટિકટૉકનો ઉપયોગ કરે છે, જેના કારણે તે યૌન શિકારીઓના સંપર્કમાં સરળતાથી આવી શકે છે. કોર્ટે કહ્યું કે આપત્તિજનક કંટેન્ટના કારણે ટિકટૉકનો ઉપયોગ જોખમી નીવડી શકે છે.
 
બેજિંગ સ્થિત બાઇટડાન્સ કંપનીએ બનાવેલી એપ ટિકટૉક પર યૂઝર્સ નાના-નાના વીડિયો બનાવીને, વીડિયોને શેર કરે છે. ભારતમાં આ ટિકટૉક એપ લોકપ્રિય બની છે. એપ દ્વારા બોલિવૂડના ડાયલોગ, જોક્સ પર યૂઝર્સ વીડિયો બનાવે છે. એટલું જ નહીં યૂઝર્સ આ એપમાં લિપ-સિંગ કરીને જાણીતા સંગીત પર ડાન્સ કરીને વીડિયો બનાવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.