દીકરાના ગંદા નખ જોઇ માતાના મનમાં ઉઠ્યા અનેક પ્રશ્ન, સ્કૂલમાં જાણવા મળ્યું- અઠવાડિયામાં 30 થી 40 કલાક ગરમીમાં દીકરો કરતો'તો કામ

બાળકોની દરેક ઇચ્છા પૂર્ણ ન કરવાના કારણે માતા-પિતાને અનેકવાર એવું લાગે છે કે તેમના ઉછેરમાં કોઇ ખામી રહી ગઇ છે. આવું જ કંઇક અમેરિકામાં રહેનાર પાંચ બાળકોની માતા કસૈંડ્રા લેનને પણ લાગ્યું, જ્યારે એક દિવસ અચાનક પોતાના બાળકના હાથને તેણે ધ્યાનથી જોયાં. બાળકના ગંદા નખ જોઇને તે મહિલાને એવું કંઇક જાણવા મળ્યું, જે તેના દીકરાએ તેનાથી છુપાવીને રાખ્યું હતું. હકીકતમાં તેનો દીકરો ભારે ગરમીમાં અઠવાડિયામાં 30 થી 40 કલાક સ્કૂલમાં કામ કરતો હતો. ત્યાર બાદ મહિલાને એવું લાગ્યું કે તે પોતાના બાળકોનો યોગ્ય ઉછેર કરી શકતી નથી. જોકે, તેણે જ્યારે આ બાબતે પોતાના દીકરા સાથે વાત કરી ત્યારે તેનો જવાબ સાંભળીને તેને પોતાના પર ખૂબ જ ગર્વ અનુભવ થયો. મહિલાએ પોતાના અને દીકરાની વચ્ચે થયેલી સંપૂર્ણ બાબતને પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પણ શેયર કરી દીધી હતી. ત્યાર બાદ આ કિસ્સો વાયરલ થઇ ગયો અને અત્યાર સુધી તેને 47 હજારથી વધારે લોકો શેર કરી ચૂક્યા છે.
 
અમેરિકામાં રહેનાર કસૈંડ્રાના ઘરમાં પતિ બ્રેંડસન લેન સિવાય પાંચ બાળકો પણ છે. જેમનો ખર્ચો સંભાળવા માટે આ પરિવારને થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. પરંતુ હાલમાં જ એક એવી ઘટના બની કે, પેરેન્ટિંગને લઇને કસૈંડ્રાનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. કસૈંડ્રાએ 13 જુલાઈએ ફેસબૂક પર એક પોસ્ટ અપલોડ કરતાં તેના વિશે જણાવ્યું હતું.
 કિસ્સાની શરૂઆત કરતાં કસૈંડ્રાએ જણાવ્યું કે, 'આ અઠવાડિયાની શરૂઆતમાં હું મારા દીકરા જેકેની સીનિયર ઈયરબુક માટે ફોટો પડાવવા માટે તેની સાથે જઇ રહી હતી. ત્યારે રસ્તામાં મેં તેના હાથને ધ્યાનથી જોયાં, તેના હાથ બિલકુલ તેવાં જ ગંદા હતાં, જેવા કામ કર્યા બાદ મારા પિતાના થઇ જતાં હતાં અને લગ્નના થોડાં વર્ષ સુધી બ્રેંડસનના થઇ જતાં હતાં. તે સમયે મેં તેને કહ્યું કે ચિંતા કરો નહીં, ફોટોગ્રાફર માત્ર ખંભા સુધીની જ તસવીર લેશે.'
 
 
સ્કૂલ પહોંચી જ્યારે અમે ત્યાં અન્ય બાળકો સાથે બેઠા હતાં, ત્યારે મેં જેકેની ક્લાસના અન્ય બાળકો અને તેમનાં હાથને જોયાં હતાં. ત્યાર બાદ મને સંપૂર્ણ હકીકત સમજાઇ ગઇ અને હું ભાવુક થઇ ગઇ હતી.
મને જેકે માટે ખૂબ જ દુઃખ થયું, જોકે, તેના હાથ એટલાં માટે ગંદા થઇ રહ્યા હતાં, કેમ કે જેકે દર અઠવાડિયે 30 થી 40 કલાક ભારે ગરમીમાં કામ કરી રહ્યો હતો.
આ વાતની જાણ થતાં મેં મારા દીકરાને કંઇ જ કીધું નહીં પરંતુ મને અનેક દિવસો સુધી રડવું આવી રહ્યું હતું. એક દિવસ દીકરાની પાસે હું ગઇ અને તેની માફી માંગી, પરંતુ તે મારી પર હસવા લાગ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.