ડીસાનું જનસુવિધા કેન્દ્ર બન્યું દુવિધા કેન્દ્ર

  ડીસાનું જનસુવિધા કેન્દ્ર બન્યું દુવિધા કેન્દ્ર
 
 
હાલ રાજ્ય સરકાર ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો યોજી લોકોને ઘરે બેઠા સરકારી પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવવાના દાવા કરી રહી છે. પરંતુ તાલુકા અને જીલ્લા કક્ષાની મહત્વની સરકારી કચેરીઓમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. ડીસાના જન સુવિધા કેન્દ્ર આગળ સવારથી જ આવકના દાખલા તેમજ ક્રીમનલના દાખલા કઢાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. પરંતુ કર્મચારીઓનો લોકો સાથેનો વ્યવહાર અણછાજતો જોવા મળી રહ્યો છે. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે. ત્યારે મોટા ભાગે અધિકારીઓની ગેરહાજરીનાં કારણે અને ઘણી વખત અધિકારીઓ મામલતદાર કચેરીમાં આરામ ફરમાવતા હોવાના કારણે દાખલા કે અન્ય જરુરી કાગળમા સહી માટે અરજદારોને બે થી ત્રણ કલાક સુધી બેસી રહેવું પડે છે. ત્યારે જિલ્લાના સમાહર્તા આ બાબતે તાત્કાલિક લોકોને સરળતાથી પોતાના હકો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી અરજદારોની માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.