ડીસાના રાજપુર ચાચરચોકના મકાનમાં આગ ભભૂકી, ઘરવખરી બળીને રાખ થતા લાખોનું નુકશાન 

ડીસાના ચાચરચોકના એક મકાનમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. આગ લાગ્યાના પગલે પંથકમાં મોડી રાત્રે અફડાતફડી મચી હતી.
 
ડીસાના રાજપુર મઠ પાસે આવેલ ચાચરચોકના વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય ડાહ્યાલાલ ચમનલાલ ખત્રી પાવર હાઉસ પાસે રહે છે જેમનું મકાન રાજપુર  ચાચર ચોક ખાતે આવેલ છે જેમના  મકાનમાં તેમનો પુત્ર ઘરમાં સુતા હતા.સોમવારની મોડી રાત્રે અગમ્ય કારણોસર  આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી હતી.જોકે ઘરમાં જગદીશભાઈ ખત્રી ઘરમાં સુતા હતા તેઓ આગ લાગતા ઘરની બહાર  દોડી આવ્યા હતા.જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનનો આગલો ભાગ ધરાશાહી થઈ ગયો હતો.તથા ઘરમાં પડેલ સામાન બળીને રાખ થતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.આગ લાગ્યાંના પગલે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો તો બીજી તરફ ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.જોકે ફાયર ફાઈટર સમયસર આવી જઈ આગ કાબુમાં લેતા આસપાસમાં મોટું નુકસાન થતા અટક્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.