02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પત્નીએ પતિને કર્યો કિડનેપ, ઘરેથી ઘસડીને લઈ ગઈ... ગાડીમાં નાખ્યો, આખા રસ્તામાં કર્યો ટોર્ચર

પત્નીએ પતિને કર્યો કિડનેપ, ઘરેથી ઘસડીને લઈ ગઈ... ગાડીમાં નાખ્યો, આખા રસ્તામાં કર્યો ટોર્ચર   23/09/2018

રેલવે કોલોનીથી બુધવાર રાત્રે નવદંપતિનું કિડનેપ કરનારા અપહરણકર્તાઓને જ્યારે ખબર પડી કે પોલીસ તેમનો પીછો કરી રહી છે તો તેઓ બંનેને બહાદુરગઢ છોડીને ફરાર થઈ ગયા. જ્યાંથી બંને ટેક્સી કરીને પાણીપત પહોંચ્યા. પછી ત્યાંથી પરિવાર અને પોલીસની સાથે અંબાલા આવ્યા. અહીં ગુરુવારે પોલીસ કાર્યવાહી બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. હાલ પોલીસે નવીન નામના એક અપહરણકર્તાની ધરપકડ કરી દીધી છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. ખાસ વાત એ છે કે રાહુલ તથા જ્યોતિનું અપહરણ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેણે પોતાની પહેલી પત્ની નિશા સાથે એકતરફી છૂટાછેડા લીધા હતા.

રાહુલે જણાવ્યું કે તેના લગ્ન 2013માં ગુરુગ્રામની નિશા સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ અમારી વચ્ચે સુમેળ ન સધાયો. તે અલગ-અલગ રહેવા લાગી. આ દરમિયાન તેણે એકતરફી છૂટાછેડાનો કેસ કોર્ટમાં નોંધાવ્યો.
ડિસેમ્બર 2017માં તેના એકતરફી છૂટાછેડા થઈ ગયા, કારણ કે નિશા કોર્ટ બોલાવતા આવતી નહોતી. હાલમાં જ 14 સપ્ટેમ્બરે રાહુલના જ્યોતિ સાથે બીજા લગ્ન થયા હતા. ત્યારથી તેઓ પોતાના અંબાલાવાળા ઘરમાં રહી રહ્યા હતા.
રાહુલે જણાવ્યું કે તેમનું અપહરણ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેણે એકતરફી છૂટાછેડા બાદ બીજા લગ્ન કર્યા.

બુધવાર રાત્રે લગભગ 7.15 વાગ્યે હું અને જ્યોતિ બેઠા હતા. મા વીના પણ રૂમમાં હતા. ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. જેવો મેં દરવાજો ખોલ્યો તો નિશાની સાથે લગભગ 10-15 ઘરમાં ઘૂસી આવ્યા. તેઓએ મારી સાથે મારપીટ શરૂ કરી દીધી. માતાને પણ મારવાનું શરૂ કરી દીધું. માતાનું ડાયાલિસિસ કરાવવામાં આવે છે અને હુમલાખોરોએ તેમના હાથે પર લાગેલું મશીન પણ ઉતારી દીધું.
 નિશા અને તેના સાથીઓ મને અને પત્ની જ્યોતિને ઘસડીને કારમાં લઈ ગયા. પછી સીધા પાણીપત તરફ રવાના થઈ ગયા. રસ્તામાં અમારી સાથે મારપીટ કરતા રહ્યા. 
 જ્યારે કોઈ ટોલ બૂથ આવે તો અમારી સામે પિસ્તોલ તાકી દેતા હતા. જેના કારણે અમે ડરીને કારમાં બેસી રહેતા.
 અપહરણકર્તાઓએ તેમને પાણીપતના ગામ સિવાહની પાસે ખૂબ જ ક્રૂરતાથી માર્યા. પછી ખબર કયા રસ્તે રોહતક લઈ ગયા. જ્યાં તેમને એક વ્યક્તિએ કોરા કાગળો પર સહીઓ કરાવવા પ્રયત્ન કર્યો.

Tags :