દશેરાના દિવસે દેશને પ્રથમ રાફેલ વિમાન મળશે

નવીદિલ્હી : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ વખતે ફ્રાંસમાં શ† પુજા કરનાર છે. કારણ કે, તેઓ દશેરાના દિવસે ફ્રાંસમાં રહેનાર છે. રાજનાથસિંહ ફ્રાંસથી રાફેલ યુદ્ધ વિમાન લઇને આવનાર છે. પેરિસમાં ૮મી ઓક્ટોબરના દિવસે પ્રથમ રાફેલ વિમાન ભારતને મળનાર છે. એજ દિવસે તેઓ રાફેલ વિમાન ઉંડાણ પણ ભરનાર છે.
સુત્રોના કહેવા મુજબ તેઓ ફ્રાંસીસી એરફોર્સના બેઝ પરથી ઉંડાણ ભરશે. સંરક્ષણમંત્રી સાતમી ઓક્ટોબરના દિવસે ત્રણ દિવસની પેરિસ યાત્રા પર રવાના થશે. આવતીકાલે પેરિસ જવા રવાના થયા બાદ આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવનાર છે. શ†પૂજા પણ દશેરાના દિવસે પેરિસમાં યોજવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં ફ્રાંસની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ યુદ્ધવિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  ફ્રાંસ પાસેથી કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન મળનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજનાથસિંહ રાફેલ વિમાનમાં ઉંડાણ ભરીને ચકાસણી કરનાર છે. આ ઉપરાંત ફ્રાંસના ટોચના લશ્કરી અધિકારીઓની સાથે રાફેલની નિર્માણ કંપની દસા એવિએશનના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપÂસ્થત રહેશે. સિંહ ૯મી ઓક્ટોબરના દિવસે ફ્રાંસના ટોપ સંરક્ષણ અધિકારીઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધારવાના ઉપાય ઉપર ચર્ચા કરશે. ભારતીય હવાઈ દળનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પહેલાથી જ ફ્રાંસ પહોંચી ચુક્યું છે. આ વિમાન ખુબ શÂક્તશાળી અને મિસાઇલ લઇ જવામાં સક્ષમ છે. રાફેલ વિમાન ભારત પાસે આવ્યા બાદ ચીન અને પાકિસ્તાન ઉપર ભારતની સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વની લીડ થઇ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.