જિલ્લાના ખમરિયા ટાલા ગામમાં એક નવ દંપતીએ મરતાં પહેલા લગ્ન જેવો શૃંગાર કર્યો. પછી બંનેએ લગ્ન સમયના કપડાં પહેર્યાં અને એક જ સાડીમાં બે ફંદા બનાવીને એક સાથે આત્મહત્યા કરી લીધી. મહિલાની બંગડીઓમાં સુસાઇડ નોટ મૂકેલી મળી. નોટમાં મરજીથી મોતને સ્વીકાર્યું હોવાની વાત લખી છે. બે પાનાની સુસાઇડ નોટમાં મૃતક તેજરામે નાના ભાઈને મા-બાપની સંભાળ રાખવાની સાથે પોલીસને પણ કોઈને હેરાન ન કરવા વિનંતી કરી છે. તેજરામે પોતાની બીમારી અને તેની સારવાર પર વધુ ખર્ચના કારણે આત્મહત્યા કરી લીધી. તેણે લખ્યું છે- હું એકલો મરવા માંગું છું, પરંતુ પત્ની ઓમવતીએ પણ સાથે મરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેનું કહેવું હતું- હું કોના આશરે જીવીશ.
રાયસેન જિલ્લાના દેવરી વિસ્તારમાં 22 વર્ષીય તેજરામ અને પત્ની 20 વર્ષીય ઓમવતી શુક્રવારે સવારે 7 વાગ્યે ઘરની અંદર ફાંસી પર લટકતા જોવા મળ્યા. ત્યારબાદ દેવરી પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દેવેન્દ્ર પાલ પોતાની ટીમ સાથે ગામ પહોંચ્યા. બંનેના મૃતદેહ ફંદા પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેના મૃતદેહ પરિવારને સોંપી દીધા.
પરિવારનું કહેવું છે કે, તેજરામને હર્પીઝની બીમારી હતી. સારવાર પણ ચાલી રહી હતી. તેનાથી રિબાવાના કારણે તેણે જીવ આપી દીધો, તે સમજમાં નથી આવતું.
મૃતકા ઓમવતી ત્રણ દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવીને સાસરે આવી હતી. મૃતકાના કાકાએ જણાવ્યું કે, ઓમવતી અને તેજરામના 29 એપ્રિલે લગ્ન થયા હતા.
ભત્રીજી લગ્ન બાદ સાસરે ખુશ હતી. તેજરામ મકાન બનાવવાનું કામ કરતો હતો.
દેવરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દેવેન્દ્ર પાલે જણાવ્યું કે, બંને એક જ સાડીમાંથી ફંદો બનાવીને લટકતા મળ્યા. સુસાઇડ નોટમાં મરજીથી આત્મહત્યા કરવાની વાત લખી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
Tags :