રાજયના નાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ સ્ટેમ્પ મેળવી શકશે

ગાંધીનગર : નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરનો કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કીંમત વસુલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતો વારંવાર થતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આનું સમાધાન લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્ય સરકારે નાગરીકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે ઈ-સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી, લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઈ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરી શકાશે.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યા પ્રમાણે, તત્કાલીન મુખ્યપમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈÂન્ડયાનું નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જનહિત માટે અનેક નિર્ણયો કર્યા છે. પરિણામે છેવાડાના માનવીને યોજનાકીય લાભો સત્વરે મળી રહ્યાં છે ત્યારે આ નિર્ણય નાગરીકો માટે ચોક્ક્‌સ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યુ કે, હાલ ઇ-સ્ટેમ્પીંગ રૂલ્સ-૨૦૧૪ ની જાગવાઇ મુજબ શીડયુલ બેંક, સરકાર દ્વારા નિયંત્રીત એકમો, પોસ્ટ ઓફીસો અને સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જ ઇ-સ્ટેમ્પીંગ સુવિઘા કેંદ્ર આપી શકાતા હતાં. હાલમાં રાજ્યમાં આવા ૪૭૪ ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો કાર્યરત છે.
રાજય સરકારે લીધેલા આ નિર્ણયને પરીણામે નાગરિકોને સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી માટે આધુનિક સરળ, સુરક્ષિત અને કોમ્પ્યુટરાઇઝ ડીઝીટલ નવીન ટેકનોલોજીનો લાભ મળી શકશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.