બનાસકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવારના ધરણાં

પાલનપુર : ૨-બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાતે ધામા નાખ્યા હતા. પરંતુ ત્યાંથી તેઓને હાંકી કઢાયા હોવાના આક્ષેપો સાથે તેઓ કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓ ધરણાં પર બેસી ગયા હતા. ઇવીએમમા ગરબડીની આશંકા એ સ્ટ્રોંગરૂમ ખાતે બેઠેલા અપક્ષ ઉમેદવારે કોઈ અરજી પણ ન સ્વીકારતું હોવાના આક્ષેપ કર્યો હતો. તેઓએ ન્યાય નહિ મળે ત્યાર સુધી કલેકટર કચેરીએ ધરણાં પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, નમો વાઇફાઇ એક્ટિવેટ થયા બાદ ગરબડી ની આશંકાએ ધરણાં પર ઉતરેલા અપક્ષ ઉમેદવારની પશ્ચિમ પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.