પાટણ જિલ્લામાં દુષ્કાળના ડાકલા : પાણી ઘાસચારાની તીવ્ર અછત

પાટણ રાજ્યમાં ખેડૂતોના દેવા માફીને લઈ સંઘર્ષ ચાલી રહ્યો છે તેવા સમયે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ નહિવત નોંધાતા જગતનો તાત કફોડી Âસ્થતિમાં મુકાવા પામ્યો છે. જિલ્લાના હારીજ-સમી-રાધનપુર-સાંતલપુર વિસ્તારમાં ૧રપ મી.મી.થી પણ ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારોને અછત ગ્રસ્ત વિસ્તારો જાહેર નહી કર્યા હોવાના પગલે જગતના તાતની કફોડી હાલતની સાથે-સાથે પાણી અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાવા પામતાં જિલ્લાના પશુઓની હાલત પણ કફોડી બનવા પામી છે. પશુઓને ઘાસચારો ક્યાંથી લાવી ખવડાવવો એ પશુ પાલકો માટે વિકટ સમસ્યા બનવા પામી છે. સાથે સાથે પાણીની વિકટ સમસ્યા એ જિલ્લાને અજગરી ભરડામાં લપેટી  રહી છે. પાટણ જિલ્લામાં પડેલા અપુરતા વરસાદને લઈ કોંગ્રેસના રાધનપુર ધારાસભ્ય  અલ્પેશ ઠાકોર દ્વારા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનું અલ્ટીમેટમ આપવા છતાં જિલ્લાની અને ધારાસભ્યની રજુઆત રાજ્ય સરકારના બહેરા કાને અથડાવા પામી નથી. આંતરા વર્ષે દુષ્કાળની ચોટમાં સપડાતા અને કાયમી પછાત વિસ્તારનું લેબલ ધરાવતા હારીજ-સમી-શંખેશ્વર-રાધનપુર-સાંતલપુર તાલુકામાં પશુ પાલકો માટે ઘાસચારો મહા મુસીબત બન્યો છે. 
પશુ પાલકો પોતાના મુંગા અને અબોલ પશુઓને ક્યાંથી ખોરાક પુરો પાડવો તે કપરી Âસ્થતી બનવા પામી છે. જિલ્લામાં વાગી રહેલાં દુષ્કાળના ડાકલાં આગામી સમયમાં રૌદ્ર રૂપ ધારણ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી જગતના તાત માટે જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોઈ ખેડુતો મુશ્કેલીમાં મુકાવા પામ્યા છે. પંથકમાં ક્યાંય ઘાસચારો ન હોઈ પશુ પાલકો માટે પશુનું પાલન કરવું ખુબ જ અઘરૂ પુરવાર થઈ રહ્યું છે. ચોમાસામાં વરસાદ ન પડતાં ઘાસચારાના ભાવો પણ આસમાને પહોંચી જવા પામ્યા છે. પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા રાધનપુર ધારાસભ્યે કાર્યક્રમ યોજી ધરણાંના સ્થળેથી જનમેદની સંબોધતાં રાજ્ય સરકારને એક સપ્તાહનો સમય આપ્યો હતો. સાથે-સાથે જણાવ્યું હતું કે અછતગ્રસ્ત જાહેર નહી કરવામાં આવે તો જિલ્લાનો લોકો ટ્રેક્ટર-ગાડીઓ ઉપરાંત ઢોર-ઢાંખર અને બાળ-બચ્ચો સાથે ગાંધીનગર કુચ કરીને આવશે તેવો હુંકાર કર્યો હતો પરંતુ પ્રર્વતમાન રાજ્ય સરકારના બહેરા કાને યુવા ધારાસભ્યની રજુઆત અથડાવા પામી નથી તેના પરીણામ સ્વરૂપે જિલ્લાના પશુપાલકોની હાલત દયનીય બનવા પામી છે. પાટણ જિલ્લાનો પશુપાલક વર્તમાન સમયમાં બીચારો-બાપડો બની પશુઓને જીવાડી રહ્યો છે પરંતુ ઘાસચારો ન હોઈ લાચાર બન્યો છે તેવા સમયે જિલ્લામાં સત્વરે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવે તેમજ વિસ્તારમાં ઘાસ ડેપો ખોલવામાં આવે તેવી જિલ્લાના પશુપાલકોની સમય સાથેની માંગ ઉઠવા પામી છે ત્યારે વિસ્તારના અને રાજ્ય સરકારમાં કેન્દ્રીય પ્રધાનનું પદ ધરાવતા ભાજપના કદાવર નેતા દ્વારા જિલ્લામાં ઘાસચારાની અછત પુરી કરવા માટે સુંથારૂ આયોજન ગોઠવવામાં આવે તેવી પ્રજાજનોની પોકાર ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.