માત્ર એક થપ્પડના બદલા માટે થયી દર્દનાક હત્યા, 20 લાખ રૂપિયામાં અપાઈ હતી સોપારી

પાલિકાધ્યક્ષ નીલમ સહારણના પતિ હરવીરની હત્યા મામલે પોલીસે બુધવારે ખુલાસો કરીને માસ્ટર માઈન્ડ કેન્દ્રીય સહકારી બેન્ક ચેરમેન મહેન્દ્ર પુણિયા સહિત પાંચ અન્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યાનું કારણ જૂની દુશ્મની માનવામાં આવે છે. ઘટના પછી મહેન્દ્ર વિદેશ ભાગવાની તૈયારીમાં હતો પરંતુ પોલીસે તેની સુરતગઢથી ધરપકડ કરી લીધી હતી. નોંધનીય છે કે, 2016માં નીલમે મહેન્દ્રને એક થપ્પડ મારી હતી.
 
આઈજી દિનેશ એમએને જણાવ્યું તે, 2 વર્ષ પહેલાં હરવીર તરફથી મારવામાં આવેલા એક થપ્પડનો બદલો લેવા મહેન્દ્ર પુણિયા રામનિવાસ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું. - રામનિવાસની પણ હરવીર સાથે દુશ્મની હતી. હત્યા કરવા માટે હરિયાણાના શાર્પ શૂટર મંજીત સાથે રૂ. 20 લાખની ડીલ કરવામાં આવી હતી.
પોલીસ હવે મંજીતને શોધવા માટે વીવીધ જગ્યાએ દરોડા પાડી રહી છે. આઈજી દિનેશે એસપી કાર્યાલયમાં હત્યાકાંડનો સમગ્ર ખુલાસો કર્યો છે.
તેમણે જણાવ્યું કે, રામનિવાસ સાથે પૂછપરછ પછી જાણવા મળ્યું કે, કેન્દ્રીય સહકારી બેન્કના ચેરમેન મહેન્દ્ર પુણિયાએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ હત્યાકાંડમાં રેકી કરવા અને ઘટના સમયે શૂટરને ગાડી આપવા માટે અમનદીપ, રમેશ કુમાર અને અશોકની ધરપકડ કરવામાં આવી છે. 
બુધવારે મોડી રાતે પોલીસે આ કેસમાં અન્ય એક આરોપી રામચંદ્ર મીલની પણ ધરપકડ કરી છે.
 
45 વર્ષનો મહેન્દ્ર પુણિયા આ હત્યા કાંડનો માસ્ટર માઈન્ડ છે. હાલના સમયમાં હનુમાનગઢ કેન્દ્રીય સહકારી બેન્કના ચેરમેન મહેન્દ્ર ભાજપના એક ધારાસભ્યનો ખાસ માણસ માનવામાં આવે છે.
ગયા વર્ષે પોતાની ગાડીમાંથી જતી વખતે જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે તેણે પોતાની જાતને જળસંસાધન મંત્રીનો દીકરો પણ ગણાવી દીધો હતો. 
2016માં એક આંદોલનમાં હરવીર સહારણે પુણિયાને થપ્પડ મારી હતી. ત્યારે આ ઘટનાના વિરોધમાં રાવતસરના બજાર બંધ રાખવામાં આવ્યા હતા અને ઘણાં દિવસો સુધી આંદોલન ચાલ્યું હતું.
જોકે આ કેસમાં નીલમ સહારણ અને પુણિયાએ રાજીનામુ કરી લીધું હતું. આ થપ્પડનો બદલો લેવા માટે પુણિયાએ સહારણને ઠેકાણે લગાડવાનું કાવતરું ઘડ્યું હતું અને રામનિવાસ મહલા સાથે મળીને શાર્પશૂટર સાથે રૂ. 20 લાખની ડીલ પણ કરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.