ગઇકાલે સોમવારે જન્માષ્ટમીનો તહેવાર હતો. ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગોરસ મેળામાં જન્માષ્ટમીના દિવસે 2 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો હતો. મેળામાં યુવાધન સહિત મોટેરાઓ પણ ઉમટી પડ્યા હતા. રાજકોટવાસીઓ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળો માણવા આવી પહોંચ્યા હતા. લોકો મેળાના રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દિવસભર માનવ મેદનીથી મેળાનું ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઇ ગયું હતું. તેમજ રાત્રે પણ માનવ મહેરામણથી મેળાના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ બે દિવસ આજે અને કાલે પણ મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણશે.