ડીસાના પૂર્વ ધારાસભ્યનો અદ્‌ભુત બચાવ

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ આજે શનિવારે સવારના સુમારે સામાજીક પ્રસંગ અર્થે પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં ડીસાથી થરાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન, દામા હાઈવે ઉપર આવેલા વાળીનાથ કોલ્ડ સ્ટોરેજની આગળ સામેથી પુરઝડપે આવતી ગાડીને બચાવવાના પ્રયાસમાં તેમની ગાડીમાં ડ્રાયવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર ગાડી બે પલટી ખાઈને વિજ થાંભલો તોડી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આટલો ગંભીર અકસ્માત છતાં‘રામ રાખે તેને કોણ ચાખે’ઉક્તિ મુજબ પૂર્વ ધારાસભ્યને ધસરકો માત્ર ન થતા તેમનો ચમત્કારિક અને અદ્‌ભુત બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતા લોકોના ટોળેટોળાં વાળીનાથ કોલ્ડ સ્ટોરેજે ઉમટી પડ્યા હતા. લોકોએ પૂર્વ ધારાસભ્યના ખબર - અંતર પૂછવા ભારે ઘસારો કરી દેતા હાઈવે ઉપર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. જે ટ્રાફિક નિયમન કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો. પૂર્વ ધારાસભ્યની ગાડીને અકસ્માત સર્જી સામેથી આવતી ગાડીનો ચાલક ગાડી બમણી ગતિએ હંકારી ભાગી છૂટ્યો હતો. પરંતુ આ બનાવ જિલ્લાભરમાં ‘ટોક ઓફ ધી ટાઉન’બની ગયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.