02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પેટ્રોલ-ડિઝલના ભાવ પર શિવસેનાએ સરકાર પર સાધ્યુ નિશાન, મુંબઈમાં લાગ્યા પોસ્ટર

પેટ્રોલ-ડિઝલના ભાવ પર શિવસેનાએ સરકાર પર સાધ્યુ નિશાન, મુંબઈમાં લાગ્યા પોસ્ટર   09/09/2018

પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાનને આંબી ગયા છે પેટ્રોલનો ભાવ લધીને રૂપિયા 90 પ્રતિલિટરે પહોંચ્યો છે ત્યારે વિપક્ષે તેમજ વિરોધી પાર્ટીઓએ સરકારને આ મામલે ઘેરવાનો પ્રયાસ કર્યો છે.સમગ્ર દેશમાં હડતાળ અને પ્રદર્શન કરવાનું એલાન કર્યુ છે. શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે સતત વધતા ટેક્સના કારણે ભાવમાં ભડકો થયો છે. આજે રેકોર્ડ સ્તરે ભાવ પહોચ્યા છે તેને નાથવા સરકાર તરફથી કોઈ ઠોસ કદમ ઉઠાવાયા નથી.
 
મુંબઈમાં શિવસેનાના હેડક્વાર્ટર શિવસેના ભવનમાં પેટ્રોલ-ડિઝલના ભાવનો વિરોધ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં પેટ્રોલના ભાવોની 2015 સાથે સરખામણી કરી મોંઘવારી કેટલી વધી તે દર્શાવવામાં આવ્યુ છે. સાથે સાથે પોસ્ટરમાં લખ્યુ છે કે શું આ છે અચ્છે દિન.
 
કોંગ્રેસે શનિવારે રૂપિયામાં સતત ગગડતા ભાવના કારણે, રાફેલ ડિલ અને ઓઇલની કિંમતોને લઈને ભાજપ પર નિશાન સાધ્યુ છે. એક મહિનામાં પેટ્રોલમાં 3 રૂપિયા અને ડિઝલમાં 4નો વધારો થયો છે.

Tags :