02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સગી મા ક્રૂરતાથી મારતી'તી પોતાની બાળકીઓને, ચોટલી પકડી ઘસેડીને લાતો મારતી

સગી મા ક્રૂરતાથી મારતી'તી પોતાની બાળકીઓને, ચોટલી પકડી ઘસેડીને લાતો મારતી   28/08/2018

બાળકીઓની નિર્મમતાથી મારપીટ કરનારી મા વિરુદ્ધ બુધવારે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો. કેટલાય દિવસોથી માનો ત્રાસ વેઠી રહેલી દોઢ વર્ષની ગુડિયા અને સાત વર્ષની રાનીએ પિતા દ્વારા કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન માસૂમ રાનીએ કોર્ટમાં કહ્યું- મમ્મી ચોટલી પકડીને મને ઘસડે છે અને લાતો મારે છે. જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો કે મમ્મી કેમ મારે છે? તો તેણે કહ્યું- ખબર નથી. રાનીએ જણાવ્યું કે મા નાની બહેનને પણ પટકી-પટકીને મારે છે. બાળકીઓના પિતા શહેરની એક શિક્ષણ સંસ્થામાં કાર્યરત છે.
 
- બાળકીઓ તરફથી કેસ લડી રહેલા એડવોકેટ રાજેન્દ્ર શિવહરેએ જણાવ્યું કે જ્યારે બાળકીઓ તરફથી ફરિયાદની અરજી દાખલ કરવામાં આવી ત્યારે મામલાની ગંભીરતાને જોઇને કોર્ટે બાળ કલ્યાણ સમિતિને તેની તપાસની જવાબદારી સોંપી.
- સમિતિએ પાડોશીઓ અને ઘરના સભ્યો તેમજ બાળકીઓ સાથે વાત કર્યા પછી રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યો. રિપોર્ટમાં એ વાત સ્વીકારવામાં આવી કે બંને બાળકીઓનું તેમની માતા સાથે રહેવું બિલકુલ પણ સુરક્ષિત નથી. આ જ આધારે કોર્ટે મા વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો.
- 7 વર્ષની રાનીએ પોતાના પિતાને ફરિયાદ કરી કે મમ્મી તેને લાતો મારે છે. ગુડિયાને પણ ખરાબ રીતે મારે છે. દીકરીના શરીર પર વાગ્યાના જખમ જોઇને જ્યારે તેણે પત્નીને આ વિશે પૂછ્યું કે બાળકીઓને કેમ મારી, તો તે બોલી કે તોફાન કરતી હતી એટલે મારી. પરંતુ જ્યારે બાળકીઓની ફરિયાદો વધી ગઇ તો પત્નીનું સત્ય પકડવા માટે પિતાએ ઘરમાં જ સીસીટીવી કેમેરા લગાવડાવી દીધા.
- આ કેમેરાઓમાં બાળકીઓની સાથે મા જે ક્રૂરતાથી વર્તતી હતી તે આખી ઘટના કેદ થઈ ગઈ. આ ફૂટેજ જોઇને પિતા બાળકીઓને ગળે લગાડીને રડવા લાગ્યો. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ બાળ કલ્યાણ સમિતિને પણ આપવામાં આવી.

Tags :