સાબરકાંઠામાં ખેલમહાકુંભ માટે ૧.૪૧ લાખ ખેલાડીઓ નોંધાયા

સાબરકાંઠા : રાજયમાં ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ અને રમત ક્ષેત્રે પ્રતિભા શોધના ઉમદા આશય સાથે પ્રતિ વર્ષ સમગ્ર રાજયમાં રમત ગમત  વિભાગ દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં  ૧૫ જુલાઇ  ૩૧ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન રજીસ્ટ્રેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકાકક્ષાની  ૭  રમતો જિલ્લાકક્ષાએ ૨૨ રમતો અને રાજ્યકક્ષાએ ૧૪  રમતોમાં કુલ ૧,૪૧,૦૨૯ ખેલાડીઓએ નોંધણી કરવા આવી છે       વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા રાષ્ટ્રિય ખેલ દિવસને “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ”નો પ્રારંભ કરી  રમત-ગમત થકી નાગરીકોનુ સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે દરેક નાગરીકને રમતોને પોતાના જીવનનો હિસ્સો બનાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેની સાથો સાથ આગામી તા. ૭ સપ્ટેમ્બર ૨૦૧૯થી સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકૂંભનો થનાર છે.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.