આસેડા ગામના પોસ્ટ માસ્ટર દ્વારા ઉચાપત કરાતાં ફરીયાદ નોંધાઈ

આસેડા : ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી પોસ્ટ ઓફિસની શાખામાંથી સરકારી કર્મચારી દ્વારા જ ઉચાપત કરવામાં આવતા ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગેની વિગત જોઇએ તો, ભારતભરમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોના પૈસા સુરક્ષિત રહે તે માટે તમામ જગ્યાઓ પર પોસ્ટની રચના કરવામાં આવી છે. ભારતભરમાં મધ્યમવર્ગના લોકો દિવસભર મજૂરી કરી પૈસાની બચત કરતા હોય છે અને તે પૈસા પોસ્ટ ઓફિસમાં ભરતા હોય છે. જેથી ભવિષ્યમાં પોસ્ટ ઓફિસમાં થયેલ બચતના પૈસાથી પોતાના પરિવારમાં બાળકોના લગ્ન તેમજ અન્ય પ્રસંગ સચવાઈ શકે છે. પરંતુ ક્યારેક પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ઉચાપતના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોસ્ટ ઓફિસમાં પૈસા મુક્તા પણ ડરી રહ્યાં છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા તાલુકા આસેડા ગામમાં બનવા પામ્યો હતો. ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે  ફરજ બજાવતા જીગ્નેશ બાબુલાલ દરજીએ આસેડા પોસ્ટ ઓફિસમાંથી ગ્રાહકો સાથે ઉચાપત કરી હતી. જેની જાણ પાલનપુર પોસ્ટ ઓફિસમાં થતા તાત્કાલિક દિલીપભાઈ પરિખ દ્વારા આ અંગેની તપાસ કરવા માટે આસેડા ગામે પોહચ્યા હતા. જ્યાં તપાસ દરમ્યાન જીજ્ઞેશભાઈ દ્વારા ગ્રાહકો સાથે ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જીગ્નેશભાઈ દ્વારા આસેડા ગામમાં રહેતા કલ્પેશભાઈ જામાભાઈ પ્રજાપતિ જેઓએ આસેડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોતાની દીકરીનું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સુકન્યાના ખાતામાં એક પછી એક કરીને ૩૫,૦૦૦ રૂપિયા ભર્યા હતા. જેઓના પૈસા સમયસર પોસ્ટ ઓફીસમાં જમા ન થતાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ બહાર આવી હતી. જે બાદ જીગ્નેશભાઈ દ્વારા અન્ય પાસબુકમાં ખોટા સહી સિક્કા કરી અને લોકો સાથે લાખો રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદી દિલીપભાઈ પરિખ દ્વારા જીગ્નેશભાઈ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.