50 વર્ષ પહેલા ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ, સાથે મળ્યો ઇન્ડિયન એરફોર્સના જવાનનો મૃતદેહ

હિમાચલ પ્રદેશની સ્પિતી ઘાટીના ઊંચા શિખરો પર પર્વતારોહકોના એક દળને સાફ-સફાઈ અભિયાન દરમિયાન 50 વર્ષ પહેલા ક્રેશ થયેલા એરફોર્સના વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે કાટમાળ સાથે એક સૈનિકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. મળી આવેલો મૃતદેહ વિમાનના પાઇલટનો હોવાની આશંકા છે.
 
- અહેવાલ અનુસાર, ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું એએન-12 હતું, રશિયન બનાવટનું આ વિમાન 98 લોકો તથા ચાર ચાલક દળના સભ્યો સાથે 7 ફેબ્રુઆરી, 1968માં ચંદીગઢથી લેહ જવા માટે રવાના થયું હતું. 
- રસ્તામાં વાતાવરણ ખરાબ થવાના લીધે પાઇલટે વિમાન પરત લઈને ફરવાનો નિર્ણય લીધો હતો. 
- સમાચાર છે કે, જયારે છેલ્લો રેડિયો સંપર્ક થયો ત્યારે વિમાન મનાલી નજીકના રોહતાંગ વિસ્તાર પરથી ઉડી રહ્યું હતું.
 
-1 થી 15 જુલાઈ વચ્ચે ચંદ્રભાગ-13 શિખરને સાફ કરવા માટે મનાલીથી ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન તેમજ ઓએનજીસીની સંયુક્ત ટીમ ગઈ હતી.
- સાફ-સફાઈ ટીમના લીડર રાજીવ રાવતે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે,'11 જુલાઈએ એરફોર્સના વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ કાટમાળ પરથી ક્રેશ થયેલું વિમાન ઇન્ડિયન એરફોર્સનું જણાયું હતું. જેના પછી અમે ઇન્ડિયન એરફોર્સનો સંપર્ક કર્યો હતો. બીજી ખાસ વાત એ હતી કે અમને મળી આવેલો મૃતદેહ સંપૂર્ણ રીતે સુરક્ષિત હતો. 15 જુલાઈ સુધીમાં એરફોર્સની ટીમ કાટમાળ મળ્યો તે સ્થળે પહોંચી હતી. એરફોર્સની ટીમે જ અમને 1968માં વિમાન સાથે થયેલી દુર્ઘટના અંગે જણાવ્યું હતું.'
 
- અગાઉ આવા જ 2003 અને 2007ના અભિયાન દરમિયાન બે સૈનિકોના મૃતદેહ સાથે તેમનો સામાન અને એક લેટર પણ મળી આવ્યા હતા.
 
ટીમ લીડર રાજીવ રાવતે કાટમાળ અત્યારે જ મળવા અંગે કારણ આપતા જણાવ્યું હતું કે, શિખરની ઊંચાઈએ ઓછો બરફ પડવાના લીધે લાંબા સમય પહેલા બરફ નીચે દબાયેલી વસ્તુઓ ઉપર આવી ગઈ હશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.