લગ્નમાંથી પરત ફરતા સગીરને 'તમે ઠાકોર છો' તેમ કહી મોઢા ઉપર અજાણ્યા ઈસમોએ બેટ ફટકારી ફરાર થતાં ચકચાર

વળગામ તાલુકાના વેસા ગામના  તોફિક હુસેનભાઈ સિપાહી (ઉ.વ. આશરે ૧૪) તેમજ અન્ય ત્રણ ચાર મિત્રો ગુરુવાર રાત્રે એક લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભમાં જમીને આવતા હતા તે દરમીયાન એક જીપ ગાડીમાંથી પાંચ સાત યુવકો ઉતરી હાથમાં બેટ લઈ હુસેનભાઈને  મોઢા ઉપર તેમજ ખભાના ભાગે ફટકારીને ફરાર થઈ જતા પીડિતના પિતાએ અજાણ્યા યુવકો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
 
‎પ્રાપ્ત વિગતો મુજબ વેસા ગામના સગીર યુવકો સગાને ત્યાં વેસાપરામાં જમણવારમાં ગયા હતા જમીને ચાલતા વેસા આવી રહયા હતા તે દરમિયાન સામેથી એક કાળા કલરના હુડ વાળી કમાન્ડર જીપ આવીને ઉભી રહી હતી જેમાં ૧૮ થી ૨૫ વર્ષ કેટલાક યુવકો ક્રિકેટ રમીને આવતા હોવાનું જણાતું હતું અને કહેવા લાગ્યા હતા કે તમે ઠાકોર છો તેમ કહી તોફિક હુસેન સિપાઈના મોંઢા ઉપર તેમજ ખભા ઉપર જોરદાર બેટથી ફટકારતા સગીરને છાપીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યો હતો  આ ઘટનાને લઈ પીડિત સગીરના પિતાએ અજાણ્યા યુવકો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.