સગીર વયે કાર ચલાવવા પર ૨૫૦૦૦નો દંડ, જાણો એક સપ્ટેમ્બરથી ટ્રાફિકનાં કયા નિયમો લાગુ થશે

કેન્દ્ર સરકારે ગઈકાલે મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ના નિયમો લાગુ કરવા માટે અધિસૂચના બહાર પાડી દીધી છે. એક સપ્ટેમ્બરથી દેશભરમાં વાહન વહેવારના નવા નિયમો અમલી જશે. નવા નિયમોમાં રોડ સુરક્ષા મજબુત કરવા માટે ભારે દંડ અને કડક સજાની જોગવાઈઓ કરાઈ છે. તેમાં સૌથી વધારે દંડ સગીર વયની વ્યકિત દ્વારા કાર ચલાવવા માટે છે. સાથે જ દારૂ પીને કાર ચલાવવા પર ૧૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષની જેલ છે. જ્યારે સગીર વયની વ્યકિત દ્વારા કાર ચલાવવા માટે ૨૫૦૦૦નો દંડ અને એક વર્ષ માટે વાહનનું રજીસ્ટ્રેશન રદ અને તે સગીર ૨૫ વર્ષનો થાય ત્યારે જ લર્નિંગ લાયસન્સની અરજી કરી શકશે. હાલમાં ૧૮ વર્ષની વ્યકિતને લાયસન્સ મળે છે. પહેલીવાર દારૂ પીને વાહન ચલાવતો પકડાય તો ૧૦,૦૦૦નો દંડ અને ૬ મહિનાની જેલ થશે. આમાં જેલ અથવા દંડ બન્નેમાંથી એક અથવા બન્ને સજા થઈ શકશે. ઓવરસ્પીડ માટે ૧૦૦૦ - ૨૦૦૦ રૂપિયા દંડ, એલએમવી વાહન માટે ૨૦૦૦-૪૦૦૦ રૂપિયા દંડ થશે. ફરીથી ભૂલ કરનારનું લાયસન્સ રદ થશે. ખતરનાક ડ્રાઈવીંગ માટે ૧૦૦૦ થી ૫૦૦૦નો દંડ અને ૬ મહિનાની સજા તથા બીજીવાર ગુના માટે ૧૦,૦૦૦નો દંડ અને ૨ વર્ષની જેલ થશે. ડ્રાઈવીંગ દરમ્યાન મોબાઈલ પર વાત કરવા માટે ૫૦૦ થી ૫૦૦૦નો દંડ થશે. નવા કાયદામાં સજા ઉપરાંત સુવિધાઓની પણ જોગવાઈઓ છે. એક સપ્ટેમ્બરથી રાજયમાં કોઈપણ જીલ્લાની આરટીઓ કચેરીમાંથી લર્નિંગ ડ્રાઈવીંગ લાયસન્સ માટે અરજી કરી શકાશે. આ સુવિધા ઓનલાઈન હશે. આ જ રીતે વાહનનું રજીસ્ટ્રેશન કોઈપણ જીલ્લામાંથી કરાવી શકાશે. આના કારણે લોકોને જે તે જીલ્લાની આરટીઓ કચેરીમાંથી એન.ઓ.સી. લેવાની ઝંઝટમાંથી મુકિત મળશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.