પાલનપુરમાં બેંકના ભરણામાં નકલી ચલણી નોટો આવતા ફરિયાદ

 
 
 
              પાલનપુરની એસ.બી.આઈ.બેંકમાં  રૂ.૫૦૦ અને ૧૦૦૦ ના દરની રૂ.૭૯,૦૦૦ ની જૂની ચલણી નોટો ભરણમાં આવી હતી. જે તપાસને અંતે બનાવટી જણાતા બેંકના કેશિયરે અજાણ્યા શખ્સ સામે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા ઈસમે ગત તા. ૯-૧૧-૨૦૧૬ થી તા.૨૦-૧૨-૨૦૧૬ દરમિયાન, એસ.બી.આઈ શાખામાં કે પેટા શાખામાં અથવા તો અન્ય બેંકમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની બનાવટી જૂની ચલણી નોટો બનાવટી હોવાનું જાણવા છતાં ખરી નોટો તરીકે ખપાવી ભરી હતી. જે બેંકની તપાસ દરમિયાન નકલી જણાતા બેંકના કેશિયરએ ફરિયાદ નોંધાવી છે.
રૂ.૧૦૦૦ ના દરની ૭૫ અને રૂ.૫૦૦ ના દરની ૮ નોટો મળી કુલ રૂ.૭૯,૦૦૦ની બનાવટી ચલણી નોટો બેંકમાં પધરાવી જનાર ભેજાબાજ સામે એસ.બી.આઈ ના કેશિયર ખંડુભાઈ ભગાભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.