પાલનપુરથી ડીસા હાઈવે ઉપર ધોળા દિવસે આઠ લાખ રૂપિયાની ચિલઝડપ

બનાસકાંઠામાં લૂંટ અને ચિલઝડપના વધતા જતા બનાવો વચ્ચે પાલનપુરથી ડીસા તરફ જતા હાઈવે ઉપર ધોળા દિવસે આઠ લાખ રૂપિયાની ચિલઝડપ થઈ હોવાની ચોંકાવનારી ઘટના બનતા ચકચાર મચી ગઇ છે અને આ ઘટનાના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.આ ઘટનાની વિગતો કઈક એવી છે કે પાલનપુર-ડીસા હાઈવે ઉપર કોઈ અજાણ્યો ગઠીયો નજર ચુકવી આઠ લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલો થેલો લઇ ફરાર થઈ ગયો હતો.
 
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના વતની અને હાલ પાલનપુર ખાતે તિરુપતિ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા દશરથભાઇ કાન્તિલાલ પટેલ શુક્રવારે બપોરે એસબીઆઇ બેંન્કની પાલનપુર શાખામાંથી આઠ લાખ રૂપિયા ઉપાડી તેમના એક્ટિવા પર ઘરે જવા નીકળી રહ્યા હતા એ વખતે કોઈ અજાણ્યા શખ્સે એક્ટિવામાં પંક્ચર પડ્‌યું હોવાનું જણાવતા તેઓ ડીસા હાઇવે પરની ગેરેજમાં પંક્ચર કરાવવા ગયા હતા.જે વખતે જીન્સ પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલો અજાણ્યો શખ્સ આઠ લાખ રૂપિયા ભરેલો થેલો ઉઠાવી નાસી ગયો હતો.આ ઘટનાથી ડઘાઈ ગયેલા 
દશરથભાઈ પટેલે ગત મોડી સાંજે પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવી ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.આ ઘટનાથી પાલનપુરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.