દિયોદર ખાતે કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરી

દીઓદર : બનાસકાંઠા જિલ્લામાં તા.૧૬ અને ૧૭ જૂનથી કૃષિ મહોત્સવ ૨૦૧૯નો પ્રારંભ થયો છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં થયેલ વૈજ્ઞાનિક સંશોધનો અને આધુનિકરણ ઝડપથી ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને કૃષિ વિકાસ થકી રાજ્યના ખેડૂતોનો વિકાસના હેતુને સિદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દિયોદર મોડર્ન સ્કૂલમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતએ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ પધારેલા મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી ખેડૂતોને ઓર્ગોનીક ખેતી કઈ રીતે કરવી તેનાથી માહિતગાર કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કેવી આધુનિક રીતે ખેતી કરવાથી ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂત બમણી આવક મેળવી શકે. તેમજ ખેડુતો બાગાયત ખેતી કરી તેમાં પણ સારી એવી આવક મેળવી શકે છે. તેમજ સ્થાનીક પ્રગતિશીલ ખેડુતોએ ખેતી વિશે પોતાના વિચારો રજૂ કરી ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝથી નવીનતમ ટેકનીક દ્રારા ખેતી કરી ખેડૂતો પગભર થઈ સકે તેવા વિચારો રજૂ કરી કરી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કૃષિ મહોત્સવમાં દિયોદર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, પ્રગતિશીલ પશુપાલકોએ આધુનિક રીતે ખેતી અને પશુપાલન વ્યવસાય કરી સારી એવી આવક મેળવી છે. તેવા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર પ્રાત અધિકારી એ.ડી ચૌહાણ, પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ, તાલુકા વિકાસ અધિકારી એન.સી. ઠાકોર, તાલુકા  સઘના ચેરમેન ઇશ્વરભાઇ તરક, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, નરસિહભાઈ દેસાઈ, ડો.સોનાજી ચૌહાણ, વિનોદભાઈ ગોકલાણીસહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલા.., મધ્યમ સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખેતીના તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું આયોજનનો અભાવ ખેડૂતોને પૂરતી માહિતી ન પહોચતા સંખ્યા ખેડૂતો ની ઓછી રહેવા પામેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.