ગુજરાતમાં બે દિવસમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવાર સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદી છાંટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા છે. જોકે ગરમીનો પારો 3થી 4 ડિગ્રી ગગડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. 2001થી 2018 સુધીમાં અમદાવાદમાં 2001, 2008, 2012, 2013, 2014 અને 2015માં એપ્રિલ મહિનામાં 10 વાર વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ 22 મીમી વરસાદ 2015ની 12 એપ્રિલે થયો હતો. રવિવારે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફ ગુજરાત પર મજબૂત બન્યો છે. ટ્રફની જમણી બાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.આમ કહીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથેનો ટ્રફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા સુધી લંબાતા 14થી 17 એપ્રિલ વચ્ચે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં સોમવાર અને મંગળવારે વરસાદી છાંટા કે વરસાદ પડી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.