બનાસકાંઠાની નોન ગ્રાન્ટેડ હાઈસ્કૂલોને ફીનું બોર્ડ લગાવવા ફરમાન કરાયું

થરા : ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી દાખલ ફી રૂ.૧૦૦ અને સત્ર ફી વર્ષમાં બે વખત રૂ.૧૦૦ એ સીવાયની બીજી કોઈ પ્રકારની ફી વાલીઓ પાસેથી સ્વનિર્ભર શાળાઓએ લેવાની હોતી નથી. આમ છતાં બનાસકાંઠા જીલ્લામાં મોટા ભાગની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વાલીઓ પર લુંટણખોરી ચાવી રૂ.૩૦૦૦ થી ૬૦૦૦ જેટલી ફી વસુલતી હોવાનું જાણવા મળે છે ને જેની સામે બનાસકાંઠા જીલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કરી પરિપત્ર બહાર પાડ્યો છે. જીલ્લામાં સ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) જે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પસંદગીના ધોરણો મુજબ પાત્રતા ધરાવતી હોય તેવી શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજુર વિદ્યાર્થીદીઠ વાર્ષિક રૂ.૭પ૦૦/- લેખે મંજુર કરવામાં આવે છે તે શાળાઓએ ફી અંગે વાલીઓ - જાહેર જનતા વિદ્યાર્થીઓ જાઈ - વાંચી શકે તેવું મોટું દીવાલ પર વર્ષવાર વિદ્યાર્થીઓની સંખ્યા મળેલ પ્રોત્સાહક સહાયની રકમ જણાવતું બોર્ડ શાળામાં ફરજીયાત લગાવવું પડશે ને આવી શાળાઓ જા આ પ્રકારનું બોર્ડ નહી લગાવે તે શાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
બનાસકાંઠા જીલ્લામાં આવી આર્થિક સહાય મેળવતી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ છેલ્લા ઘણા સમયથી વાલીઓને લુંટી રહી છે. ત્યારે આ પરિપત્રનો કડક પણે અમલ થાયને વાલીઓ પાસેથી તગડી વસુલેલી ફી પરત જે તે વિસ્તારના એડીઆઈ મારફત પરત ચુકવણું થાય તેવું જાગૃત વાલીઓ ઈચ્છી રહ્યા છે. ડીઈઓ બનાસકાંઠાએ આવી શાળાઓને પાંચ દિવસમાં વર્ષવાર વિદ્યાર્થી સંખ્યા મળેલી આર્થિક સહાયનું પત્રક બનાવી ડીઈઓ ઓફીસમાં મોકલી આપવા સુચના કરી બોર્ડ ફરજીયાત લગાવવાનો હુકમ કર્યો છે. જેનાથી શાળાઓમાં ભુકંપ જેવી Âસ્થતિ નિર્માણ પામે તેવું લાગી રહ્યું છે. વાલીઓ ફી પરત લેવા શાળા તરફ જશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.