બનાસકાંઠામાં આજે મુખ્યમંત્રીના આગમનને લઈ અનેરો ઉત્સાહ

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે રાજયકક્ષાનો પ્રજાસત્તાક દિનના પર્વની ઉજવણી થનાર છે. તેથી દેશભÂક્તના છવાયેલ માહોલ વચ્ચે આજે મુખ્યમંત્રીના આગમનને લઈ બનાસવાસીઓમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા છે ત્યારે જિલ્લાના વિશાળ હિતને ધ્યાને લઈ મુખ્યમંત્રી નવા જિલ્લા-તાલુકા સાથે દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર નાખવાની નક્કર યોજનાની જાહેરાત કરે તેને લઈ બનાસવાસીઓમાં ઉત્સુકતા છવાઈ છે.
રણ વિસ્તાર ધરાવતો બનાસકાંઠા જિલ્લો વિશાળ છે તેથી દિયોદર અને થરાદ-વાવની પ્રજાને જિલ્લા મુખ્યાલય પાલનપુર કામ અર્થે આવતા આખો દિવસ બગાડવો પડે છે જેથી સમય સાથે નાણાંનો પણ દુર્વ્યય થાય છે. જેના કારણે જિલ્લાનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. તેને ધ્યાને લઈ નવો દિયોદર કે થરાદ જિલ્લો બનાવવાની વર્ષોથી માંગ થતી રહે છે. જેના માટે આંદોલનો પણ થયા છે એ જ રીતે ગઢને તાલુકો બનાવવાની માંગ પણ જાર પકડી રહી છે એ સિવાય ઓછા અને અપૂરતા વરસાદના કારણે જિલ્લામાં પાણીનો પ્રાણ પ્રશ્ન છે તેને ગંભીરતાથી લઈ ર૦૧૦ માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર નાખવા ૬રપ કરોડની યોજના મંજુર કરી હતી જેથી કાંકરેજના ચાંગાથી દાંતીવાડા ડેમ સુધી પાઈપલાઈન બિછાવાઈ છે જેનું ર૦૧૪ માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્‌ઘાટન કર્યું હતું  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.