જગાણા પાસે અકસ્માતમાં સાગ્રોસણા ગામના કોલેજીયન છાત્રનું કરૂણ મોત

પાલનપુર : પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા એન્જિનિયરીંગ કોલેજ સામે સાગ્રોસણા ગામના છાત્રને અકસ્માત નડ્‌યો હતો. સિદ્ધપુર હંસાબા કોલેજથી બાઈક પર પરત ફરતા  કોલેજીયન વિદ્યાર્થીનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ હતું. પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ સરકારી એન્જીનિયરીગ કોલેજ સામે ગત બપોરે બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામનો ૨૨ વર્ષીય કોલેજીયન યુવક ધવલ સુરેશભાઈ ભૂતડીયા સિદ્ધપુર ખાતેની હંસાબા કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. જે ગતરોજ બાઇક પર પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. દરમ્યાન ટ્રકની ટક્કરથી તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 
બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહ ને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, સાગ્રોસણા ગામના આશાસ્પદ યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા ગામમાં શોક લાગણી ફેલાઈ ગઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.