NPR પ્રક્રિયા અટકાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આ મુદ્દે કેન્દ્રને નોટીસ પાઠવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નેશનલ ડેસ્કઃ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (દ્ગઁઇ) પ્રક્રિયાને અટકાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જોકે કોર્ટે નાગરિકતા સંશોધન કાયદો (ઝ્રછછ) અને દ્ગઁઇને લઈ દાખલ કરવામાં આવેલી નવી અરજી અંગે કેન્દ્રને નોટીસ પાઠવી છે. દ્ગઁઇ અટકાવવા માટે સોમવારે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.આ અરજીમાં એવા તર્ક આપવામાં આવ્યા હતા કે આધારમાં ડેટાની સુરક્ષાની ગેરંટી છે, પણ નાગરિકતા (નાગરિકોની નોંધણી અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવા) અનુસૂચિ,૨૦૦૩ અંતર્ગત એકત્રિત કરવામાં આવતી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે એટલે કે તેની સુરક્ષાની કોઈ ગેરન્ટી નથી.જોકે, સુપ્રીમ કોર્ટે દ્ગઁઇ પ્રક્રિયાને અટકાવવા માટે ઈન્કાર કર્યો હતો અને ઝ્રછછને લગતા અન્ય કેસોની સાથે દલીલોને પણ ટેગ કરવામાં આવ્યા છે,જે અંગે હવે સુનાવણી થશે. દ્ગઁઇ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (દ્ગઁઇ) માટે જે માહિતી એકત્રિત કરવામાં આવશે તેના દુરુપયોગથી બચવાની કોઈ જ ગેરન્ટી નથી.કોર્ટે ઝ્રછછ અને દ્ગઁછ પ્રક્રિયાને પડકારતી નવી અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે પ્રક્રિયા સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો છે અને આ અરજદારોને ઝ્રછછના અન્ય અરજદારો સાથે સૂચીબદ્ધ કર્યા છે.આ અગાઉ ૨૨મી જાન્યુઆરીના રોજ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે ઝ્રછછને પડકારતી અરજીઓ પર કેન્દ્ર સરકારના પક્ષને સાંભળ્યા વગર કોઈ જ આદેશ આપશે નહીં. કોર્ટે આ કાયદા વિરુદ્ધ દાખલ અરજી પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય આપ્યો છે અને કહ્યું છે કે આ અરજીઓ પર પાંચ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ સુનાવણી કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.