02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકસભાની સાથે 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવા કેન્દ્રની તૈયારી

લોકસભાની સાથે 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવા કેન્દ્રની તૈયારી   14/08/2018

 
 
નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી સાથે જ દેશના 11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી કરાવવા કેન્દ્ર તૈયારી કરી રહયું છે બીજેપી સૂત્રોએ જણાવ્યું કે, 2019ના લોકસભા ચૂંટણી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી કરાવવામાં આવી શકે છે. આ માટે બધી પાર્ટીઓની બેઠક પણ  બોલાવાઇ શકે  છે.આ રીતે ચૂંટણી કરાવવા માટે સંવિધાનમાં સંશોધન કરવાની જરૂરત પણ નથી   આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાની ચૂંટણીઓ લોકસભાચૂંટણીઓ સાથે જ થશે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં લોકસભાની  ચૂંટણીઓમાં છ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થાય  છે. એવામાં આ રાજ્યોની ચૂંટણીઓને કેટલાક મહિનાઓ આગળ વધારી શકાય છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં કોઈની પણ સરકાર નથી. પીડીપી બીજેપીના અલગ થયા પછી રાજ્યપાલ શાસન છે. ત્યાં પણ આવતા વર્ષે ચૂંટણી કરાવવામાં આવી શકે છે. જ્યારે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં સમયથી પહેલા ચૂંટણી  કરાવવામાં આવી શકે છે.     અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિભાઈત શાહે વન નેશન વન ઈલેક્શન એટલે  રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરવાને લઈને લો કમીશનને ચિઠ્ઠી લખી છે. અમિતભાઈ  શાહે એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરતાં કહ્યું  છે કે, ચૂંટણીમાં થનાર ભારે ખર્ચથી બચવા આવું કરવું આવનાર સમયની જરૂરત છે. લો કમીશનને મોકલવામાં આવેલ ચિઠ્ઠીમાં શાહે- દેશમાં વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી રહે છે. આના કારણે માત્ર રાજ્ય સરકાર જ નહી પરંતુ કેન્દ્ર સરકારના પણ વિકાસના કાર્ય રોકાઈ જાય છે. વારં-વાર ચૂંટણીથી ઘણા પૈસા ખર્ચ થાય છે. પ્રશાસન પર પણ બોઝ વધે છે. આને ઓછું કરવા માટે દેશમાં એક ચૂંટણીની જરૂરત છે.

Tags :